તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસરીસિંહના કારનામા:પોલીસ ચોપડે પહેલીવાર ચઢ્યા પણ કાયમી વિવાદમાંચ ચૂંટણી નજીક આવતાં આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવશેઃ ધારાસભ્ય

નડિયાદ, આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેસરીસિંહની ફાઇલ તસવીર - Divya Bhaskar
કેસરીસિંહની ફાઇલ તસવીર

પંચમહાલના જીમીરા રીસોર્ટમાં જુગારની મહેફિલ માણતા ઝડપાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. જોકે ’ચૂંટણી નજીક આવી રહી હોય આ પ્રકારના ઘણા કિસ્સા સામે આવેશે’ તેમ કહી તેઓએ સમગ્ર ઘટના ક્રમને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના આ ધારાસભ્ય સામે અગાઉ પણ પોલીસ સાથે ઘર્ષણના કિસ્સા સામે આવ્યા હતા. જુગારનો આ કેસ તો પહેલીવાર ચોપડા પર નોધાયો છે, પરંતુ આ પહેલા ખેડા જિલ્લામાં તેઓ ઘણા વિવાદમાં આવ્યા છે. મૂળ લીંબાસીના રહેવાસી અને 2014 પહેલા ખેતી તેમજ તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટ નું કામ કરતા કેસરીસિંહ સોલંકી રાજકીય દિગ્ગજોના આશીર્વાદથી 2014ની ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. જોકે ધારાસભ્ય બન્યા બાદ તેઓ અવારનવાર કોઈ ને કોઈ વિવાદમાં આવતા રહ્યા છે.

ત્રાજ ગામ પાસે મહિલા પોલિસ અધિકારી સાથે થયો હતો વિવાદ
સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ 2015-16માં એક મહિલા ડી.વાય.એસ.પી સાથે કથિત રીતે અણછાજતું વર્તન કરવા બાબતે તેઓ વિવાદમાં આવ્યા હતા. માતર તાલુકાના માલાવાડા ગામે રાયોટીંગ અને એટ્રોસિટીનો ગુનો નોધાયો હતો. જે ગુનામાં સ્થાનિક ડી.વાય.એસ.પી ની આગેવાનીમાં પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ માલાવાડા ગામેથી આરોપીઓની અટકાયત કરી આરોપીને કોર્ટમાં લઈ જવા નીકળી હતી, દરમ્યાન ત્રાજ ગામ પાસે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ચડભડ થઈ હતી.

મામલો પ્રદેશ કક્ષાઅે પહોંચ્યો છે, કાયદો કાયદાનું કામ કરશે
કાયદો કાયદાનું કામ કરશેઆ બાબતે અમારે કશું કહેવાનું રહેતુ નથી. વિષય સ્વયં સ્પષ્ટ છે. પ્રદેશ સુધી સમગ્ર મામલો પહોચ્યો છે. તપાસના અંતે જે હસે તે પણ કાયદો બધા માટે સમાન છે. - અર્જુનસિહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય મહેમદાવાદ

માસ્કની કાર્યવાહી બાબતે પોલીસ વિરૂદ્ધ વાયરલ કર્યો હતો વિડીયો
કોરોના કાળમાં ધારાસભ્ય કેસરીસિંહ જાતે એક વિડીયો બનાવીને સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તેઓએ પોલીસ દ્વારા માસ્ક બાબતે થતી ઉઘરાણીને લઇ જીલ્લા પોલીસ વડાને આડે હાથ લીધા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતી હોઇ પોલીસની આ કામગીરી તેમના રાજકારણ માટે જોખમી ગણાવી હતી. પોલીસ ની કામગીરીથી ગ્રામ્ય કક્ષાના લોકો નો મરો થતો હોવાના આક્ષેપ પણ વિડિયોમાં કર્યો હતો. જે તે વખતે આ મુદ્દે ભારે વિવાદ થયો હતો અને છેક ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતા.

ધારાસભ્ય સાથે પકડાયેલા મહેન્દ્ર પટેલ 30 લાખની કાર લઇ કલબમાં ગયા હતા
પંચમહાલના હાલોલ તાલુકાના શિવરાજપુર સ્થિત જીમીરા રિસોર્ટ ખાતે ઝડપાયેલા માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી સાથે ખંભાતના રાઈસ મીલના સંચાલક મહેન્દ્ર પટેલ પણ જુગાર રમતાં રંગેહાથ ઝડપાયા હતા. રસપ્રદ બાબત તો એ છે કે, તેઓ અગાઉ પણ બેથી ત્રણ વાર જુગારના વિવાદમાં આવ્યા હતા. એટલું જ નહીં તેઓ 30 લાખની ઔડી કાર લઇને ક્લબમાં ગયા હતા જે પોલીસે મુદ્દામાલ તરીકે નોંધી હતી. ખંભાતના મૂળ જીણજ ગામના મહેન્દ્ર મણીભાઈ પટેલ હાલમાં કંસારી ગામની જીઆઈડીસી ખાતે વસવાટ કરે છે.

એક સમયે અનેક રાઇસમીલ સાથે સંકળાયેલા મહેન્દ્ર પટેલ હાલ એક મીલ ધરાવતા હોવાનું કહેવાય છે. ગુરૂવારે ગોધરા એલસીબીએ જીમીરા રિસોર્ટમાંથી જ્યારે ભાજપના માતરના ધારાસભ્ય અને મહિલાઓ સહિત 26 લોકોને ઝડપી પાડ્યા ત્યારે તેમાં આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મહેન્દ્રનો પણ સમાવેશ થતો હતો. પોલીસે તેમની રૂપિયા 30 લાખની કાર સાથે ધરપકડ કરી હતી. સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મહેન્દ્ર મૂળ કોંગ્રેસી છે. મહેન્દ્ર પટેલના નજીકના સગા એપીએમસી સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

પ્લાસ્ટિક કોઈનથી જુગાર રમતા
રિસોર્ટમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડાતો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ આર્થિક મેળવવા માટે ગંજીપાનાના પત્તાથી તેમજ પ્લાસ્ટિકના અલગ અલગ પ્રકારના કોઈન જેમાં બ્લેક-વ્હાઈટ અેક કોઈનના 100 રૂ., બ્લ્યુ વ્હાઈના -100, બ્લ્યુ કોઈનના 200, ગ્રીન કોઈનના 500 તેમજ અેક રેઈડ કોઈનના એક હજાર લેખે જુગાર રમાડાતો હોવાની બાતમી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...