કાર્યવાહી:કઠવાડાનો બુટલેગર હિરાસતમાં

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા તાલુકાના કઠવાડા ગામના કુખ્યાત બુટલેગરને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશી દારૂ, ગાડી, મોબાઇલ મળી બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાના કઠવાડા ગામે રહેતા નામચીન બુટલેગર પ્રમોદ ઉર્ફે પ્રમુખ કાળાભાઇ પુજાભાઇ ચુનારાને સોમવારે ખેડા એલ.સી.બી.ના હે.કો. ચંદ્રકાન્તભાઇ, રાહુલકુમાર સહિતનાએ રૂ.2,800ની કિંમતનો 140 લિટર દેશી દારૂ ભરેલાં 4 કેરબાને તેની ગાડીમાં ભરીને ખેપ મારવા જતાં ઝડપી લીધો હતો. એલસબીએ નામીચા શખસના કબજામાંથી દેશી દારૂ તથા રોકડ રૂ.1000 અને રૂ.2 લાખની કાર મળી કુલ રૂ.2,03,800નો મુદ્દામાલ કબજે લઇ તેની વિરૂધ્ધ પોલીસમાં ગુનો દર્જ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...