તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના વેસમાં લૂંટારૂ:પોલીસ જેવો યુનિફોર્મ પહેરી બાઇક પર લીફ્ટ આપવાના બહાને ઠગાઈ કરતા ગઠીયો કઠલાલમાંથી ઝડપાયો

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઠીયા પાસેથી એક બાઇક, 9 ATM કાર્ડ અને 9 જુદા જુદા કંપનીના મોબાઇલ ફોન મળી આવ્યાં
  • પોલીસે ગઠીયા પાસેથી SRPનો યુનિફોર્મ પણ કબ્જે કર્યો

ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાંથી એક ગઠીયાને ઝડપી લેવાયો છે. પોલીસ જેવો યુનિફોર્મ પહેરી બાઇક પર લીફ્ટ આપવાના બહાને નજર ચૂકવી સર સામાન સેરવી લેતા ઈસમને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગઠીયા પાસેથી એક બાઇક, 9 ATM કાર્ડ, 9 જુદા જુદા કંપનીના મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 43 હજાર 500નો મુદ્દામાલ સહિત એક SRPનો યુનિફોર્મ કબ્જે કરાયો છે.

કઠલાલ પોલીસના માણસોએ ગતરોજ ખોડીયાર મંદિર નજીકથી બાઇક પર પસાર થતાં એક શકમંદ ઈસમને અટકાવી પુછતાછ આદરી હતી. પુછપરછમાં તેણે પોતાનું નામ પ્રભાતસિંહ રાયજીભાઈ ચૌહાણ (રહે. ધર્મેન્દ્રનગર સોસાયટી, નરોડા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિની તલાસી લેતાં 9 જુદી જુદી બેંકોના ATM કાર્ડ, 9 જુદા જુદા કંપનીના મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા. આ સાથે એક SRPનો યુનિફોર્મ પણ મળી આવતાં પોલીસે પ્રભાતસિંહની વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસને શંકા જતા આ ઈસમની વધુ પુછપરછ આદરી ઉલટ તપાસ શરૂ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેણે લીફ્ટ આપવાના બહાને ઉપરોક્ત તમામ મુદ્દામાલ સેરવી લેતો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી છે.

વધુમાં આરોપીએ જણાવ્યું છે કે, તે પોતે અમદાવાદ સ્થિત એક કંપનીમાં સીક્યુરીટી ગાર્ડની નોકરી કરે છે અને પોતાનું ટર્ન આઉટ પોલીસ જેવું રાખી પોતાના બાઇક પર પોલીસની લાઠી લગાવી રોડ ઉપર અથવા તો બસ સ્ટેન્ડ નજીક વાહનની રાહ જોતી મહિલાઓને પોતે પોલીસ તરીકેની ઓળખ આપતો હતો. જે બાદ લીફ્ટ આપવાના બહાને નજર ચૂકવી પર્સ, મોબાઈલ ફોન, ATM કાર્ડ વગેરે લઈ લેતો હોવાનું કબુલ્યું છે. પોલીસે ઉપરોક્ત બનાવમાં કુલ રૂપિયા 43 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...