• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Inauguration Of Karthiki Samaiya In The Presence Of Thousands Of Devotees At Vadtal, The Main Shrine Of Swaminarayan Sampradaya

કાર્તિકી સમૈયો:સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં કાર્તિકી સમૈયાનો દબદબાભેર પ્રારંભ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડતાલ જ્ઞાનબાગથી માણકી ઘોડી પર અસવાર
  • સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને જ્ઞાનબાગની પવિત્ર ભૂમિનો મહિમા વર્ણવ્યો

અક્ષરધામ તૂલ્ય વડતાલ ધામમાં શ્રીહરિએ બાંધેલા કાર્તિકી સમૈયાનો સંતો-મહંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં શનિવારથી પ્રારંભ થયો છે. આજે શનિવારે સવારે વડતાલ જ્ઞાનબાગ ખાતે માણકીઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે પોથીયાત્રાનો બેન્ડવાજાની સૂરાવલી સાથે પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે સંતો શણગારેલા ટ્રેક્ટરોમાં બિરાજ્યા હતાં. જ્ઞાનબાગ ખાતે સ્વાગત પ્રવચનમાં કોઠારી ડો. સંત સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને જ્ઞાનબાગની પવિત્ર ભૂમિનો મહિમા વર્ણવ્યો હતો. કાર્તિકી સમૈયાના બુવા ગામના અને હાલ બોસ્ટન (યુ.એસ.એ.) રહેતા મુકુંદભાઈ પટેલ પરિવાર આજે ધન્ય થયો છે.

આ શોભાયાત્રા વડતાલના રાજમાર્ગો પર ફરી મંદિરમાં આવતા ઠાકોરજી અને પૌથીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્ઞાનજીવનદાસજી સ્વામી, શા.ધર્મપ્રસાદદાસજી, બાલકૃષ્ણ સ્વામી, શુકદેવ સ્વામી(નાર), શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસજી, બ્રહ્મચારી પ્રભુતાનંદજી, પાર્ષદ લાલજીભગત (જ્ઞાનબાગ) વગેરેના હસ્તે કાર્તિકી સમૈયા સમારંભનું અનાવરણ કરવામાં આવ્યું હતું. યજમાન મુકુંદભાઈ પટેલ તથા પરિવારના સભ્યોએ પોથીજી અને વક્તાશ્રીનું પૂજન કર્યું હતું.

જ્યારે દીપ પ્રાગટ્ય બાદ જ્ઞાનપ્રકાશદાસજીન (ગાંધીનગર), ધર્મપ્રકાશદાસજી, બાલકૃષ્ણદાસજી સ્વામીના મંગલપ્રવચન બાદ પુરૂષોત્તમચરિત્ર કથાના વક્તા ઈશ્વરચરણદાસજી સ્વામીએ કથાનો પ્રારંભ કર્યો છે.

200 વર્ષથી ચાલી આવતી પરંપરા કાર્તિકી સમૈયો છે. પુરૂષોત્તમચરિત્ર ગ્રંથ મહારાજના અંર્તદ્યાન થયા પછી 54 વર્ષે આ ગ્રંથ ગુજરાતના કવિ દલપતરામે લખ્યો છે. શ્રીહરિના પ્રાર્દુભાવથી લઈ અંર્તઘાન સુધીની કથાનું વર્ણન આ ગ્રંથમાં આવે છે. સંસ્રનું સુખ કદી સ્થિર હોતું નથી. સંસારના સુખમાં આઘાત લાગે. સંસારનું સુખ વાદળાની ઘટા જેવું છે. એ ક્યારેય રહેવાનું નથી. જેથી ભગવાનની ભક્તિ અખંડ છે. યુવાની ક્યારેય સ્થિર રહેતી નથી. સજ્જન પુરૂષો, સાચા સંતો મોટાઈ પામ્યા પછી નમ્ર બને છે. દારૂના કેફ કરતા સત્તાનો સો ગણો કેફ આવે છે. માણસને સન્માન – પ્રતિષ્ઠા અને હોદ્યાનો કેફ આવે છે.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરનાં કોઠારી ડો. સંત સ્વામીએ કર્યું હતું. સમગ્ર પોથીયાત્રાની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી. આ પ્રસંગે સંપ્રદાયના સંતો-મહંતો અને હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...