તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:નડિયાદના કણજરીમાં લોનના હપ્તાની પેનલ્ટી બાબતે ઝઘડો થતાં એક શખ્સે મહિલા પર ચપ્પા વડે હુમલો કર્યો

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘવાયેલી મહિલાએ 6 વ્યક્તિઓ વિરુદ્ધ ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી

નડિયાદના કણજરીમાં લોનના હપ્તાની પેનલ્ટી બાબતે ઝઘડો થતાં મારામારી થઈ હતી. આ મારામારીમાં એક શખ્સે મહિલા પર ચપ્પા વડે હુમલો કરતાં મહિલાને સખ્ત ઈજાઓ થઈ હતી. જે અંગે ઘવાયેલી મહિલાએ ચકલાસી પોલીસ મથકે હુમલો કરનાર ઈસમ સહિત 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ તાલુકાના કણજરી ગામે રહેતા 40 વર્ષીય મેઘાબેન પરમાર પોતે ઉજજીવન સ્મોલ ફાઈનાન્સ કંપનીમાં લોન આપવાનું કામ કરે છે. ગત 8 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે ગામમાં રહેતા મિલ્કાબેન મેકવાન અને તેમના પતિ હિતેશભાઈ મેકવાન તથા ફાઇનાન્સ કંપનીના કલેક્શન અધિકારી કનુ સોલંકી (રહે. બોરીઆવી) મેઘાબેનના ઘરે આવ્યા હતા. અગાઉ મિલ્કાબેને મેઘાબેન પાસેથી ઉપરોક્ત કંપનીમાંથી લોન મેળવી હતી. જેના બે હપ્તા ચૂકી જતાં ત્રણેય લોકોએ મેઘાબેનને જણાવ્યું કે તમારા કારણે અમે હપ્તા ચૂકી ગયા છે હવે તેની પેનલ્ટી ભરવાની છે. આ બાબતે મેઘાબેને કહ્યું કે હું કશુ જાણતી નથી. અંતે ઉપરોક્ત કંપનીના અધિકારીએ પેનલ્ટીના રૂપિયા 240 લેખે મેઘાબેન ચૂકવી આપશે તેમ જણાવી કનુ સોલંકીએ આ વાતનું સમાધાન કરાવ્યું હતું.

જે બાદ મેઘાબેન રાત્રે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરે જમતાં હતા ત્યારે ગામમાં રહેતા સાહિલ પટેલ, અજય રાજ, ભયલું રાજ, પ્રિતેશ મિસ્ત્રી અને હિતેશ મેકવાન એક સંપ થઈ આવી મેઘાબેન સાથે ઉપરોક્ત બાબતે ઝઘડો કર્યો હતો. વાત આટલેથી નહી અટતાં આક્રોશમાં આવેલા સાહિલે ચપ્પા વડે મેઘાબેન પર હુમલો કર્યો હતો. સાથે સાથે ઉપરોક્ત તમામ લોકોએ પ્લાસ્ટિકની પાઈપો લઈ આવી મેઘાબેનને મારમાર્યા હતા.

આ બનાવમાં મેઘાબેનના પરિવારજનો વચ્ચે છોડાવવા પડતાં તેઓને પણ માર મારવામાં આવ્યા હતા. આસપાસના લોકો દોડી આવતાં હુમલાખોરો ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ બનાવમાં મેઘાબેનને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મેઘાબેને ચકલાસી પોલીસ મથકે સાહિલ પટેલ, મિલ્કાબેન મેકવાન, હિતેશ મેકવાન, અજય રાજ, ભયલું રાજ અને પ્રિતેશ મિસ્ત્રી (તમામ રહે. કણજરી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...