પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો:સેવાલીયા પાસે અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સમાંથી દેશી પિસ્તોલ સાથે કલોલનો શખ્સ ઝડપાયો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પાસેથી દેશી પિસ્તોલ સાથે 6 જીવતા કારતૂસ મળી આવ્યા
  • સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગળતેશ્વરના સેવાલીયા પાસેના હાઈવે પર ઈન્દૌરથી અમદાવાદ જતી ખાનગી બસમાં દેશી પિસ્તોલ સાથે મુસાફરી કરતો ગાંધીનગરના કલોલનો શખ્સ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આ શખ્સ પાસેથી 6 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આથી સેવાલીયા પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકના સેવાલીયા નજીકથી અમદાવાદ-ઈન્દૌરને જોડતો હાઇવે પસાર થાય છે. આ હાઈવે પરની નવી ચેકપોસ્ટ પાસેથી પોલીસે ગોધરા તરફથી આવતી H.K ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં. (GJ 01 ET 9905)ને અટકાવી હતી. તેમાં સવાર એક મુસાફરને શંકાના આધારે તપાસ આદરી હતી. પોલીસે આ ઈસમનું નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ પ્રવિણ અમરલાલ પંચાલ હોવાનું જણાવ્યું હતું.

વધુમાં પ્રવિણ પાસેથી ભારતીય બનાવટની સિલ્વર કલરની મેગઝીનવાળી દેશી પિસ્તોલ મળી આવી હતી. સાથે જ 6 જેટલા જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપી પ્રવિણ પંચાલની અટકાયત કરી રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન તેમજ ઉપરોક્ત મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 14 હજાર 750નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...