આરોપી જેલ હવાલે:માતર GIDCની બાયોડિઝલ ફેક્ટરીના કનેક્શનની તપાસ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચાર પૈકી 2 આરોપીના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી આધારે માતર જીઆઈડીસીમાંથી બાયોડિઝલની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. જે ગુનામાં ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી પોલીસે 2 આરોપીઓના રિમાન્ડ માંગતા કોર્ટે 2 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 2 આરોપીને બિલોદરા જેલ મોકલી આપવામાં આવ્યા છે.

સમગ્ર બાબતે માતર સરકારી વકીલ હિતેશ બારોટે જણાવ્યું હતું કે એલસીબી પોલીસ દ્વારા ઝડપી પડાયેલ બાયોડિઝલ નેટવર્કના આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી બે આરોપી અબ્બાસ ઉર્ફે મુન્નો ઠેબા,રહે. મીતાણા, જુના ગામ, સંઘીવાસ, તા.ટંકારા, જી.મોરબી અને ફજલ પિરોઝ મોદન રેહ. દાણીલીમડા અમદાવાદ ના જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ માંગ્યા હતા.

જેથી કોર્ટે બંને આરોપીના તા.4 મે બપોરે 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય આરોપી તોસીબ ખાન પટાણ અને સહેજાદ આલમ અન્સારીને બિલોદરા જેલ ખાતે મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...