તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આડે અગિયાર દિવસ બાકી રહ્યા છે. જેની આખરી ઉમેદવારોનું લીસ્ટ તૈયાર થઇ ગયું છે. જોકે, ઉમેદવારો પ્રચાર કાર્યમાં લાગી ગયાં છે. કારણ કે પાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકમાં 3 બિનહરીફ થઇ છે અને બાકીની 49 બેઠક માટે 113 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની ફોર્મ ભરવા, ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં 52 બેઠકમાં વોર્ડ નં.1ની બે અને વોર્ડ નં.4ની એક મળી કુલ ત્રણ બેઠક બિનહરીફ થઇ ગઈ છે. બાકીની 49 બેઠક માટે હરિફ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં.6 અને 7માં 12 ઉમેદવારો છે. જ્યારે સૌથી ઓછા વોર્ડ નં.3, 4, 8, 11 અને 12માં સાત – સાત ઉમેદવાર છે. હાલ ગણતરીના દિવસો જ પ્રચાર કાર્યમાં રહેતા ઉમેદવારો માટે રાત ઓછી અને વેશ ઝાઝા હોય તેમ મોડી રાત સુધી બેઠકો યોજી પ્રચાર કાર્ય હાથ ધરી રહ્યાં છે.
કોંગ્રેસના માત્ર 30 જ ઉમેદવારો મેદાનમાં રહ્યાં
નડિયાદ નગરપાલિકાની 49 બેઠકની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો મેદાનમાં છે. જોકે, વોર્ડ નં.12 અને 13માં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર મેન્ટેડ પર નથી. જ્યારે બાકીના વોર્ડમાં પણ ગણતરીના 30 જ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.
કઠલાલના તમામ વોર્ડમાં આઠ–આઠ ઉમેદવારો
કઠલાલ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર છે. અહીં કોંગ્રેસ દ્વારા મેન્ટેડ ફાળવણી કરવામાં આવી હતી. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે, કઠલાલ પાલિકાના છ વોર્ડમાં તમામ વોર્ડમાં આઠ, આઠ ઉમેદવારો મેદાનમાં છે. આમ કુલ 48 ઉમેદવારમાં મેદાનમાં રહ્યાં છે.
કણજરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઇ
કણજરી નગરપાલિકાના છ વોર્ડની 24 બેઠક માટે કુલ 49 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ફક્ત વોર્ડ નં.2માં 9 ઉમેદવાર છે. જ્યારે બાકીના વોર્ડમાં આઠ – આઠ ઉમેદવાર છે. આ તમામ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકશ લડાઇ જોવા મળી રહી છે.
કપડવંજમાં વોર્ડ-2માં ભાજપે ઉમેદવારો ન ઉતાર્યાં
કપડવંજ પાલિકાના સાત વોર્ડ માટે 28 બેઠક પર સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં કુલ 79 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં.3માં 15 ઉમેદવાર છે. જ્યારે વોર્ડ નં.2માં માત્ર 8 જ ઉમેદવારો છે. આ વોર્ડમાં ભાજપે ઉમેદવારોને મેન્ટેડ આપ્યું નથી. જ્યારે કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવારને મેન્ટેડ આપવામાં આવ્યું નથી. આમ, કપડવંજમાં ભાજપ અને અપક્ષ સીધા મેદાનમાં છે.
ઠાસરા પાલિકામાં અપક્ષોનો રાફડો ફાટ્યો
ઠાસરા પાલિકાના કુલ છ વોર્ડમાં 85 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં અપક્ષોનો રાફડો જોવા મળી રહ્યો છે. 50થી વધુ અપક્ષ ઉમેદવારો છ વોર્ડમાં ચૂંટણી જીતવા કમર કસી રહ્યાં છે. છ વોર્ડની ઉમેદવારીમાં સૌથી વધુ વોર્ડ નં.1 અને 3માં 18 ઉમેદવારો છે. જ્યારે વોર્ડ નં.6માં 9 ઉમેદવાર મેદાનમાં છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.