તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માજી સૈનિકોમાં રોષ:જુનાગઢમાં પોલીસે આર્મી જવાન અને તેના પરિવારને ઢોર માર મારતાં ખેડા જિલ્લા માજી સૈનિક સંગઠને વિરોધ નોંધાવ્યો

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા કલેકટરને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરાઈ
  • માજી સૈનિકોની માંગ છે કે આર્મી જવાન અને તેમના પરિવારને સન્માન તેમજ ન્યાય મળે

જુનાગઢમાં તાજેતરમાં એક ભારતીય સેનાના જવાન પર પોલીસે દમન ગુજારી જવાનને ગંભીર માર મારવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેથી સમગ્ર રાજ્યમાં વિરોધના વંટોળ ઊભા થયા છે. જવાન પર આવો જુલમ અત્યાચાર નહી સાંખી લેવાય અને જવાન પરિવારને ન્યાય મળે તે હેતુસર ખેડા જિલ્લા માજી સૈનિક સંગઠને આ બનાવનો વિરોધ કરી જવાનને ન્યાય મળે તે માટે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.

શનિવારે આ સંગઠનના કાર્યકરોએ નડિયાદ સ્થિત આવેલ કલેક્ટર કચેરી ખાતે ધસી આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. અને જે બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લાના પાદરડી ગામના કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાળા જેઓ ભારતીય સૈન્યમાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવે છે. રજા પર હોવાથી તેઓ પોતાના વતન આવ્યા હતા. જ્યાં કોઈ કારણોસર માથાકૂટ થતાં પોલીસ દ્વારા ગત 29 ઓગસ્ટના રોજ કાનાભાઈને જાહેરમાં ગંભીર માર મારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સૈનિકના પરિવાર પર પણ જુલમ ગુજારવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા અસભ્ય વર્તન પણ કરાયું હતું. આ બનાવમાં સૈનિક અને તેના પરિવારને પોલીસે નિયમોનુસાર કાર્યવાહી ન કરી નિયમ વિરુદ્ધ જઈ દમન ગુજારતાં તેનો વિરોધ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. એક સૈનિકને 24 કલાક કરતાં વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય નહી, તેમજ પોલીસ દ્વારા આ રીતે માર મારી ન શકાય જેવા નિયમોને નેવે મુકી પોલીસે કાર્યવાહી કરતાં સમગ્ર રાજ્યમાં આ બાબતનો વિરોધ થયો છે.

આર્મી જવાન અને તેના પરિવારને આ બનાવમાં ન્યાય મળે અને પોલીસ પોતાની કાર્યવાહી નિયમાનુસાર કરે તેવી માંગ કરાઈ છે. આ સાથે ઉપરોક્ત ઘટનામાં સામેલ પોલીસ કર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી ઉપરોક્ત સંગઠને કરી છે. અને સોમવાર સુધી જો દોષિતોને સજા નહીં મળે તો સમગ્ર ગુજરાતના માજી સૈનિકો જૂનાગઢ એસપી કચેરીનો ઘેરાવો કરશે અને ગુજરાત બંધનું એલાન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...