ઘરેલુ ત્રાસ:નડિયાદ ખાતે પરિણીતાને ધમકી આપતા જેઠ-જેઠાણી, યોગ્ય પગલાં ભરવા અનુરોધ કરાયો

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના પેટલાદ રોડ પરના વિદ્યુતનગરમાં રહેતાં દર્શનાબેન સુરેન્દ્ર દેસાઇએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી રજૂઆત કરી છે કે, તેણી પૈતૃક મકાનમાં 72 વર્ષની જૈફવયના માતા તથા પતિ સુરેન્દ્ર રબારી સાથે રહે છે. ઘણાં લાંબા અરસાથી દર્શનાબેન અને તેના પતિને માનસિક ત્રાસ આપી બીભત્સ શબ્દો બોલી, ઘર પાસે પશુ છોડી મુકી ગંદકી કરી ઘર ખાલી કરી જતા રહેવા જેઠ રાજેન્દ્ર, જેઠાણી મીના અને જેઠની પરિણીત પુત્રી અંકિતા ધમકી આપતા હોય છે.

જેઠ-જેઠાણી અને તેની પુત્રી ભેગા મળી દર્શનાબેનનું પૈતૃક મકાન પડાવી લેવા માટે તેણીના વિધવા માતાને તથા પતિને ડરાવી અને બદનામ કરવાની ધમકી આપે છે. આવા રોજીંદા ત્રાસથી કંટાળી નડિયાદ ટાઉન પોલીસ મથકમાં અરજી આપી ફરિયાદ નોંધવા અને યોગ્ય પગલાં ભરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...