ચૂંટણી:2700 કરોડનું ટર્નઓવર ધરાવતી KDCC બેંકની 30 જાન્યુ.એ ચૂંટણી

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લામાં 84 શાખાઓ, 3,400 મતદારો

ચરોતરના સહકારી ક્ષેત્રમાં પાયાનું સ્થાન ધરાવતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. બેંકના 26 બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂરો થયો હોઈ આગામી તા.30 જાન્યુઆરીના રોજ નવા ડિરેક્ટર માટે ચૂંટણી યોજાનાર છે. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમને પગલે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવીગયો છે. ચરોતરના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી કેડીસીસી બેંકના ચેરમેન તરીકે વર્ષોથી ધીરુભાઈ ચાવડાનું એકહથ્થુ શાસન ચાલતું આવ્યું છે.

ભાજપ તરફી હોય કે કોંગ્રેસ તરફી તમામ ડિરેક્ટરોનો વિશ્વાસ ચાવડાએ સંપન્ન કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર, જેવા કદાવર નેતાઓ બેંકમાં સત્તારૂઢ છે ત્યારે આવનાર ઇલેક્શન પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. ચૂંટણીની જાહેર થયેલ તારીખો પર નજર કરીયે તો તા.11 થી 17 જાન્યુઆરી દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે.

26 સભ્યોના બોર્ડની વિગત

વિભાગબેઠકો
ક્રેડિટ સોસાયટી2

સેવા સહકારી મંડળી

10

હાઉસીંગ સોસાયટી અને દુધ મંડળી

11
જિલ્લા રજીસ્ટ્રાર1

ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક પ્રતિનિધિ

1

નાબાર્ડના પ્રતિનિધિ

1
કુલ26

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...