તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Janmashtami Ban On Circumambulation In Dakor, Devotees Will Enter Through The Main Gate And Exit Through The Gate Towards Lakshmiji Temple

ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી:પ્રદક્ષિણા પર પ્રતિબંધ, ભક્તો મુખ્ય દરવાજેથી પ્રવેશી દર્શન કરી લક્ષ્મીજી મંદિર તરફના દરવાજેથી બહાર નીકળશે

નડિયાદ, ડાકોરએક મહિનો પહેલા
કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી માટે રણછોડરાયના મંદિરને રોશનીથી શણગારાયું છે.

આગામી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ડાકોર મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓને રાજા રણછોડરાયજીના દર્શન કરાવાશે. કોરોનાના કારણે ગયા વર્ષે દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા બંધ રહી હતી. ત્યારે આ વર્ષે પ્રશાસન દ્વારા પરવાનગી મળતા મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની કોરોનાની ગાઈડલાઈન ને અનુસરીને ઉજવાશે.

ડાકોરનું રણછોડરાય ટેમ્પલ અને ઇન્સેટમાં રણછોડરાયની તસવીર
ડાકોરનું રણછોડરાય ટેમ્પલ અને ઇન્સેટમાં રણછોડરાયની તસવીર

કોરોના ગાઈડ લાઈનના પગલે આ વર્ષે મંદિરમાં ફાગણી પૂનમ નિમિત્તે ગોઠવાતો એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. જેના કારણે દર્શનાર્થીઓ પ્રદક્ષિણા કરી શકશે નહીં. પોલીસ દ્વારા 200-200 ના જુથમાં દર્શનાર્થીઓને મંદિર પ્રવેશ અપાશે. જ્યાથી ભક્તો શ્રીજી મહારાજના દર્શન કરી સીધા ગેટ નં.2 પરથી બહાર નીકળી જશે.

જન્માષ્ટમીને લઇને ડાકોર ટેમ્પલને શણગારાયું
જન્માષ્ટમીને લઇને ડાકોર ટેમ્પલને શણગારાયું

મંદિર પ્રશાસન તરફથી મળતી વિગતો મુજબ દરેક ભક્ત સેનિટાઈઝ થઈને જ મંદિરમાં પ્રવેશ કરે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર છે. દરમિયાન દર્શનાર્થીઓએ ચુસ્તપણે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ઉજવણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 1 ડી.વાય.એસ.પી., 2 પી.આઈ. 10 પી.એસ.આઈ. અને 130 પોલીસ જવાનો ખેડ પગે રહેશે. જ્યારે એસ. આર.પી. સ્ટાફના 25 જવાનો સુરક્ષામાં હાજર રહેશે.

ડાકોરના રણછોડરાયજીની તસવીર
ડાકોરના રણછોડરાયજીની તસવીર

અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરમાં 30/8/20201ના રોજ રાત્રીના 12 કલાકે શ્રીજી પ્રભુના જન્મોત્સવ નો પ્રારંભ થશે.રણછોડરાયજી પ્રભુને લલાટે કુંમ કુંમ તિલક કરી અને બંદૂક ના 5 ધડાકાની સલામી સાથે પ્રારંભ થયેલ જન્મોત્સવ માં પ્રથમ પંચામૃત સ્નાન ,શૂદ્ધોત સ્નાન બાદ ચુનારીયા વસ્ત્રો ધારણ કરવામાં આવશે.ત્યારબાદ અમૂલ્ય હીરા અને રત્નો જડિત ઝર ઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધરાવાશે.

જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ પ્રભુને સોનાની આરતી થશે
આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી નો પાવન પર્વ છે. જેની પુર્વ સંધ્યાએ એટલે કે 29 ઓગસ્ટના રોજ રાજા રણછોડ ને સોનાની દિવીમાં આરતી કરવામાં આવશે. સાંજે 5.20 કલાકે થતી શયન આરતી દરમિયાન સોનાની દિવી થી આરતી થતી હોય છે. જન્મોત્સવના આગલા દિવસથી જ જન્મની વધાઈ ઓ શરૂ થતી હોય પરંપરા મુજબ પ્રભુની આરતી થાય છે.

અન્ય સમાચારો પણ છે...