તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનેતાની ભૂલની સજા બાળકને:નડિયાદમાં ચકચારી બનેલા બાળક વેચાણ વેપલામાં માવતરના વાંકે નિર્દોષ બાળકને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજ આજે વિપરીત દિશામાં જઈ રહ્યો છે

સમાજમાં અનેક એવા કિસ્સાઓ સામે આવતાં હોય છે કે જેના કારણે પુરેપુરા સમાજને છાંટા ઉડતા હોય છે. તાજેતરમાં નડિયાદમાં ઝડપાયેલા બાળક વેચાણ વેપલામાં જનેતાની ભૂલની સજા એક પખવાડિયાના ધાવતાં બાળકને મળી છે.

નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર બાળકોના વેચાણ કૌભાંડનો થોડા દિવસો અગાઉ જ પર્દાફાશ થયો હતો. જેમાં ચાર આરોપીઓ પકડાયા હતા. આ ચારમાં એક તો બાળકની માતા જાતે હતી. જેમાં બાળકની માતાએ પોતાના 6 દિવસના બાળકનો સોદો કરી દીધો હતો. સેજ પણ ખચકાટ વગર આ રીતે સોદાબાજી થતાં વ્યવસ્થિત રેકેટ ચાલતો હોવાનું સામે આવ્યું હતું. આ કિસ્સો જ બતાવે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે.

આજે આ બનાવને 15 દિવસનો સમય વીતી ચૂક્યો છે. જેમાં માવતરના વાંકે એક ધાવતા બાળકને પણ કારાવાસ ભોગવવો પડી રહ્યો છે. બાળકની માતા તથા અન્ય આરોપીઓ હાલ નડિયાદની જિલ્લા જેલના સળિયા પાછળ છે. ત્યારે આ બાળક પણ સજા ભોગવવા મજબૂર થયું છે.

આ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું છે કે, નારી સુરક્ષાને અમારે કહેવુ પડે પરંતુ ધાવતું બાળક હોવાથી માતાની સમંતિ બાદ આગળની પ્રક્રિયા ધરાતી હોય છે.

આ અંગે ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 6 વર્ષથી નીચે ઉંમર ધરાવતા બાળકો બાબતે નિર્ણય લેવા ઘણી પ્રોસીજર હોય છે. જેલમાં કારાવાસ ભોગવી રહેલ બાળકને યોગ્ય સુવિધા મળે છે કેમ તે બાબતે અમોએ પોલીસને જરૂરી કાગળીયા લઈને ગુરુવારે બોલાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...