વિરોધ:વસોના પલાણા સ્થિત આવેલી આઈ.ટી.આઈના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લામાં કર્મચારીઓનું કાળી પટ્ટી ધારણ કરી સરકાર સમક્ષ પ્રદર્શન
  • 16મી નવેમ્બરથી 18મી નવેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનું નક્કી કરાયું
  • કર્મચારીઓનો સરકાર સમક્ષ પડતર પ્રશ્નોને લઈને વિરોધ

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય ટેકનિકલ યુનિયન વર્ગ 3 દ્વારા સમગ્ર ગુજરાતમાં 16મી નવેમ્બરથી 18મી નવેમ્બર સુધી ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા સ્થિત આવેલી આઈ.ટી.આઈના તમામ કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત કર્મચારીઓએ કેમ્પસ બહાર એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચનુ સંપૂર્ણ અમલીકરણ, ફિક્સ-પે નાબુદી, જૂની પેન્શન યોજના લાગુ કરવી જેવી માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જો માંગણી બાબતે યોગ્ય નિર્ણયો નહીં આવે તો હવે પછીના કાર્યક્રમો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ નક્કી કરે તે મુજબ થશે તેમ પણ જણાવાયું હતું. આ ઉપરાંત જિલ્લામાં આવેલી અન્ય આઈટીઆઈમાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેને જોતાં આ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગ્યું હતું, તેમજ સરકાર વહેલી તકે આ કર્મીઓની માંગણી સંતોષે તેવી માંગ પ્રબળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...