વીજ કરંટથી ઘાયલ:નડિઆદમા માણેકચોકની ગલીમાં શેડ‌ બાંધવા ચઢેલા ઈસમને વીજ કરંટ લાગતા સારવાર હેઠળ ખસેડાયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમજીવીસીએલ તથા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ આદરી

નડિઆદમાં સંતરામ રોડ પર આવેલ માણેકચોકની ગલીમાં એક વ્યક્તિને વીજ કરંટ લાગવાની ઘટના બની છે. જેના કારણે અહીયા ભારે અફડાતફડી મચી ગઇ હતી. તુરંત 108ને બોલાવી આ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ ફાયરબ્રિગેડ, એમજીવીસીએલ તથા સ્થાનિક પોલીસને થતા આ તમામ લોકો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ આદરી હતી.

નડિયાદમા સંતરામ રોડ પર આવેલ માણેકચોકમાં વેપારીઓ હાલમાં સખત તાપ હોવાથી છાંયડો કરવા માટે નેટ બાંધતા હતા. મંગળવારે બપોરે એક વ્યક્તિ આ રીતે શેડ બાંધવા ચઢ્યો હતો અને આ દરમિયાન આ યુવકનો હાથ ત્યાંથી પસાર થતી વીજ લાઈન અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તે નીચે પટકાયો હતો વીજ કરંટ લાગવાના બનાવથી આ ગલીમાં અફડાતફડી મચી હતી. આસપાસના વેપારીઓએ ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક 108ને ફોન કરી આ યુવકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

વેપારીઓ કહે છે કે, માણેક ચોકમાં આવેલી ખાણીપીણીની લારીઓના શેડ બાંધવા જતા 11 કેવી નો વીજ તાર વ્યક્તિ અડકી જતાં ઘટના બની હતી. બનાવનીની નડિયાદ ફાયર બ્રિગેડ, મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તથા ટાઉન પોલીસને થતાં તમામ લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.‌નાયબ ઇજનેર સહિત જીઇબીની ટીમે તાત્કાલિક મેન ફીડર બંધ કરી વીજ પુરવઠો બંધ કર્યો હતો. ઘાયલ વ્યક્તિને તાત્કાલીક સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો છે. હાલ તેની હાલત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...