સેવાલિયા સ્થાનિક પોલીસે ગત તા.12 એપ્રિલના રોજ વાહન ચેકીંગ દરમ્યાન દેશી રિવોલ્વર સાથે બે આરોપી વિશાલ બહાદુર કેવટ અને નરેન્દ્ર પરમીયા પવારને ઝડપી પાડયા હતા. પોલીસ ટીમ બંને ઇસમોના કોવિડ ટેસ્ટ કરાવી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને ઇસમોના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસની ટીમે બંને ઇસમોની જીણવટપૂર્વક તપાસ કરતા બંને આરોપીઓએ પોલીસ ટીમને તેમની કેફીયતમાં જણાવ્યુ હતુ કે દેશી રિવોલ્વર અને મેગઝીન રાજકોટના હડમતીયામાં રહેતા જયપાલસિંહ જાડેજાને આપવાનુ જણાવ્યુ હતુ.
આ બાદ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. બી. મહેરિયાએ જિલ્લા પોલીસવડાને સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી. જેથી ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા ટીમે જયપાલસિંહને ત્યા રેડ કરતા તેની પાસેથી પણ હથિયાર મળી આવ્યુ હતુ. આ બાદ સેવાલિયા સ્થાનિક પોલીસ રાજકોટ જઇ જયપાલસિંહને સેવાલિયા લઇ આવી છે.
પોલીસ ટીમે સેવાલિયા લાવી તેનો કોવિડ ટેસ્ટ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આરોપી વિશાલ બહાદુર કેવટ અને નરેન્દ્ર પરમિયા પવારના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા કોર્ટે બંને આરોપીઓને જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.