જિલ્લા એસઓજી ટીમ નડિયાદ શહેરમાં શુક્રવારે મોડી રાતે પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી કિશોર મનુભાઈ તળપદા નડિયાદના ચકલાસી ભાગોળ રોડ ઉપર આવવાનો છે. જે અન્વયે એસ. ઓ. જી ટીમે બાતમી આધારિત સ્થળે વોચ ગોઠવી હતી.
તે સમયે બાતમી આધારિત વ્યક્તિ પસાર થતા પોલીસ ટીમે તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરી હતી. તે સમયે પકડાયેલા ઇસમે પોલીસ ટીમને જણાવ્યું હતું કે વર્ષ-2019માં હિંમતનગર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોવાનુ જણાવ્યુ છે. પોલીસ ટીમે આરોપી કિશોરને નડિયાદ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. નડિયાદ ટાઉન પોલીસે હિંમતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.