તરછોડાયેલા બાળકની ઘટના:અનાથાશ્રમ બહાર બાળક તરછોડવાની ઘટનામાં DNA રિપોર્ટ પર તપાસનો મદાર

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી  મીતાબેન શાહ (બોડેલી), રશ્મિકાબેન ગુજરાતી નર્સ અને  તરછોડાયેલા બાળકની માતા - Divya Bhaskar
ડાબી બાજુથી મીતાબેન શાહ (બોડેલી), રશ્મિકાબેન ગુજરાતી નર્સ અને તરછોડાયેલા બાળકની માતા
  • કુંવારી માતાનો DNA રિપોર્ટ આવ્યા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે ઃ પી.એસ.આઇ

નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ બહારમાં તરછોડાયેલા બાળકની ઘટનામાં નડિયાદ પશ્ચિમ પોલીસે બાળકની માતા, મીતાબેન શાહ અને નર્સ રશ્મિકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ, આ ત્રણેય મહિલાઓ જામીન પર મુક્ત છે, ત્યારે નડિયાદ પોલીસ બાળકની માતાનો DNA રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહી છે.

સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહેલા અધિકારી PSI ડી.બી દેસાઈએ જણાવ્યું છે કે, પોલીસે ત્રણેય મહિલાના જવાબ લઈ લીધા હતા. તેમજ બાળકની માતાનો DNA ટેસ્ટ કરાવી લીધો છે. જેનો રિપોર્ટ આવી જાય ત્યારબાદ તેમની વિરુદ્ધની ચાર્જશીટ કૉર્ટમાં દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, 20 વર્ષીય યુવતીના પ્રેમસંબંધમાં જન્મેલા બાળકને યુવતીના માતા-પિતા ત્યજી દેવા માગતા હતા.એક દિવસ પણ પોતાની સાથે રાખવા માગતા નહોતા. જેથી નર્સ રશ્મિકાબેને તેઓને સમજાવી બાળક તેમની પાસેથી લઈ લીધુ હતું અને મીતાબેન શાહને આપ્યું હતું.

કારણ કે, વર્ષ પહેલા થયેલી મુલાકાતમાં મીતાબેન શાહે મિત્રની મદદ માટે બાળકની જરૂર હોવાની વાત કરી હતી. આમ, પોલીસ કે હૉસ્પિટલની જાણ બહાર નર્સ રશ્મિકાબેને બાળક આપી દેવાનો ગુનો કર્યો હતો. જે બાદ વડોદરાના હેમા સંઘાણીએ પણ અનાથ આશ્રમને જાણ કર્યા વગર બાળક તરછોડી દેતાં આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. નોંધનીય છે કે, અત્યારસુધી પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં બાળકની માતા સહિત ત્રણેય મહિલાના જવાબ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...