ભરતીમાં જગ્યા વધારો કરવાની માંગ:ઠાસરાના બેરોજગાર TET પાસ ઉમેદવારોની રજૂઆત, વિદ્યા સહાયકની ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરવા અપીલ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરોજગાર TET પાસ ઉમેદવારોએ ઠાસરા મામલતદારને આવેદનપત્ર આપ્યું
  • વિદ્યા સહાયકની ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

ઠાસરા તાલુકાના બેરોજગાર TET પાસ ઉમેદવારોએ ઠાસરા મામલતદારને આજે સોમવારે આવેદનપત્ર આપ્યું છે. વિદ્યા સહાયકની ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરવાની માંગ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી ચાલુ પ્રક્રિયામાં છે. તેમાં માત્ર 3 હજાર 300ની જગ્યામાં શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી RTEનાં નિયમ મુજબ રાજ્યમાં 12 હજાર 500ની ભરતી કરવાની થાય છે. હાલ રાજ્યમાં 19 હજારથી વધુ વિદ્યાસહાયકોની જગ્યા ખાલી છે. બીજી બાજુ રાજ્યમાં એક લાખથી વધારે TET પાસ થયેલા ઉમેદવારો છે.

હાલ સરકારે 10 હજાર પ્રવાસી શિક્ષકોની હંગામી ધોરણે નિયુક્તિ કરેલી છે. તો આ પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ રદ કરી બેરોજગાર અને પોતાની વયમર્યાદા પુરી થવા આવી છે તેવા TET પાસ ઉમેદવારોને રોજગારી આપવા ઠાસરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આમ‌ કરવાથી ગુજરાત રાજ્યની શાળામાંઓમાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણમાં સુધારો આવશે તેમ ઠાસરા તાલુકાના બેરોજગાર TET પાસ ઉમેદવારોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...