તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મહુધાના ખલાડીમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી 2.60 લાખની ચોરી આચરી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લામાં તસ્કરો બેખોફ બનતાં ચોરીના વધતાં જતા બનાવો પોલીસ સામે પડકાર રૂપ બન્યા છે. ચોરીને અંજામ આપી તસ્કરો પલાયન થઈ જાય છે, પરંતુ પોલીસના હાથે આવતા નથી. આવી સ્થિતિમાં તસ્કરોને ઘી કેળા મળી રહેતા છાશવારે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. મહુધાના ખલાડી ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. બનાવના પગલે મહુધા પોલીસ દોડતી થઇ ગઇ છે.

મહુધા તાલુકાના ખલાડી ગામે પ્રાથમિક કુમાર શાળાની પાછળ રહેતા સાગર પટેલના મકાનમાં ગતરાત્રે ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ રાત્રીના અંધકારમાં ઘરના પાછળના ભાગે આવેલી લોખંડની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ રૂમમાં મુકેલ તિજોરીનું તાળું તોડી તેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે.

બીજા દિવસે આ સમગ્ર ઘટનાની જાણ મકાન માલિકને થતાં તેમણે આ અંગે મહુધા પોલીસ મથકે જાણ કરી હતી. તેથી પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.

તસ્કરો શુ ચોરી ગયા

રોકડ રૂપિયા 28 હજાર 500, અમેરિકન ડોલર 500 જેની કિંમત રૂપિયા 35 હજાર, સોનાની બંગડી, સોનાની બુટ્ટી, ચુન્ની, છડા દાગીના સહિત કુલ રૂપિયા 2 લાખ 60 હજાર 150ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...