બદલી:ખેડા જિલ્લામાં ત્રણ PSIની આંતરિક બદલી

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લા પોલીસમાં પી.એસ.આઈ.ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જોકે આ બદલી વહીવટી કારણોસર જાહેરહિતમાં કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડા જિલ્લા પોલીસવડા દ્વારા આજે જિલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પી.એસ.આઇ.ની આંતરિક બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. જેમાં ચકલાસી પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઈ જીગરભાઈ પટેલ ને મહુધા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે.

જ્યારે મહુધા પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એમ.જુજાને નડિયાદ ટાઉનમાં બદલી થઇ છે. તો નડિયાદ ટાઉન પોલીસ મથકના ડી.સ્ટાફ પી.એસ.આઇ વિશાલભાઇ શાહને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે સિનિયર પી.એસ.આઇ મુકવામાં આવ્યા છે. અચાનક થયેલી માત્ર 3 પી.એસ.આઈ.ની બદલીઓ હાલ તો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. આગામી સમયમાં અન્ય પી.એસ.આઇ.ની પણ બદલીઓ કરાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...