તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:ખેડામાં 7 બિનહથિયારી PSIની આંતરીક બદલી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લા પોલીસ વિભાગમાં બદલીનો ઓર્ડર થયો છે. જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા 7 જેટલા બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સપેક્ટરની જિલ્લામાં આંતરીક બદલીઓ કરી દેવાઈ છે. જેને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ખેડા જિલ્લા પોલીસ દ્વારા બદલી કરવામાં આવેલા અધિકારીઅોમાં એ. ઓ. તિવારીને મહુધા પોલીસ સ્ટેશનમાંથી એસ. ઓ. જી. શાખામાં, એમ. એમ. જુજાને ડાકોર પોલીસ મથકમાંથી મહુધા પોલીસ મથકે, ડી. આર. બારૈયાને ઠાસરા પોલીસ સ્ટેશનથી ડાકોર પોલીસ સ્ટેશને, કે. આર. દરજીને મહેમદાવાદથી ઠાસરા પોલીસ મથકે, જે. એ. કંડ્રેને નડિયાદ એસ.સી.એસ.ટી. સેલમાંથી મહેમદાવાદ પોલીસ મથકે, આર. ડી. ચૌધરીને એમ.ઓ.બી. શાખામાંથી નડિયાદ ટાઉન મથકે અને યુ. એચ. કાતરીયાને નડિયાદ ટાઉનમાંથી એમ. ઓ. બી. શાખામાં બદલી કરાઈ છે. જિલ્લા પોલીસ વડાએ વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આ બદલી કરી છે.

અન્ય સમાચારો પણ છે...