તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:નડિયાદના વોટર સપ્લાઈ પ્રોજેક્ટ અને રીંગ રોડની તપાસ કરી દબાણો દૂર કરવા જણાવ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની મુલાકાત લઈ શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરતા પ્રા. કમિશ્નર

અમદાવાદ સુરેન્દ્રનગર, બોટાદ અને ખેડાની નગરપાલિકાના નવા નિમાયેલા પ્રાદેશિક કમિશ્નર અનિલભાઈ રાનાવસીયા આજે નડિયાદ નગરપાલિકાની મુલાકાતે સવારે 10:30 કલાકે આવી પહોંચ્યા હતા. જ્યાં પાલિકામાં ચીફ ઓફિસરની કેબિનમાં મીટીંગોનો દૌર ચાલ્યો હતો. પ્રાદેશિક કમિશ્નરે જિલ્લા કલેક્ટરની પણ મુલાકાત લીધી હતી. એ-1 ગ્રેડની ગણાતી નડિયાદ પાલિકામાં સૌથી વધુ પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય, કમિશ્નરે અનેક પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી. પાલિકામાં એસ. ટી.પી. ઉપરાંત દાવલિયાપુરા ખાતેના સ્પોર્ટ્સ સંકુલમાં સ્વીમીંગ પુલ, ટેનીસ સ્કોડ, ગાર્ડન સહિતના વિભાગોનું નીરીક્ષણ કર્યુ હતુ.

આ ઉપરાંત વોટર સપ્લાય પ્રોજેક્ટ અને રીંગ રોડના ફેઝ-3ના કામની પણ ચકાસણી કરી હતી. પોતાની મુલાકાત દરમિયાન નડિયાદને નવા પ્રોજેક્ટ માટે અનેક તકો હોય, સરકારમાંથી વધુને વધુ ફંડ આપી પ્રોજેક્ટોને આગળ ધપાવવા માટે પણ જણાવ્યુ હતુ. તેમની મુલાકાતના કાર્યક્રમમાં પાલિકાના ચીફ ઓફિસર પ્રણવભાઈ પારેખ, પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા અને ઉપપ્રમુખ કિન્તુભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા.

મુખ્યદંડકે 2 પ્રોજેક્ટ પર પોતાના વિચાર રજૂ કર્યા
નડિયાદની મૂલાકાતે આવેલા પ્રાદેશિક કમિશ્નર અનિલ રાનાવસીયાએ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સહીતની ટીમ સાથે મુખ્યદંડક પંકજભાઈ દેસાઈના નિવાસ સ્થાને પહોંચી તેમની મુલાકાત લીધી હતી. જ્યાં મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ દ્વારા નવા 2 પ્રોજેક્ટ અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા. જેમાં ઉતરસંડા રોડ પર સાયકલ ટ્રેકીંગ માટેની વ્યવસ્થા અને રીંગ રોડની કામગીરી પૂર્ણ કરવા દબાણો દૂર કરવાનો આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...