હાથાપાઈ:પીજમાં લાકડા મૂકવાને લઇને માર મારતાં ઇજા

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાડમાં લાકડા મૂકવા બાબતે ઝઘડો

પીજ ગામમાં લાકડા મૂકવાને લઇને થયેલી તકરાર બાદ કાકાએ પાવાડાના દસ્તાથી ભત્રીજાને માર મારતાં તેને ઇજા થઇ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વસોના પીજ ગામે રહેતા સંગીતાબેન તેમના પતિ રતનસિંહ સોલંકી સાથે ખેતરમાં ગયા હતા. જ્યાં તેઓએ કાંટાવાળા લાકડાં પડ્યા હોવાથી, તે લાકડા તેઓએ સાઇડમાં મૂક્યા હતા. આ સમયે સંગીતાબેનના કાકા સસરા દિનેશ શંકરભાઇ સોલંકી ત્યાં આવ્યા હતા અને આ લાકડા મારી વાડ બાજુ મૂકશો નહીં તેમ કહીને ઝઘડો કર્યો હતો. આ મામલો વધુ ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા દિનેશ સોલંકીએ પાવડાના દસ્તાથી સંગીતાબેન અને ભત્રિજા રતનસિંહને માર માર્યો હતો. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બંનેને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ મામલે સંગીતાબેનની ફરિયાદના આધારે વસો પોલીસે દિનેશ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...