આ વખતે શુક્રવારે ઉત્તરાયણ હોવાથી ત્રણ દિવસ એટલે કે રવિવાર સુધી આ પર્વનો માહોલ જામશે. જોકે, પતંગ રસિકોની આ મજા અબોલ પશુ, પક્ષીઓ માટે સજા બની જાય તેમ છે. દર વર્ષે સેંકડોની સંખ્યામાં નિર્દોષ પક્ષીઓ કાચની દોરીથી જીવ ગુમાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. સાથોસાથ પતંગરસીકોને પ્લાસ્ટિક કે કાચના માંજાવાળી દોરીનો ઉપયોગ ન કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
ઉત્તરાયણ પર્વ ટાણે ખેડા જિલ્લામાં 10 તાલુકા મથકો પર ઘાયલ પશુ પક્ષીઓ માટે વિવિધ ટીમો સહિત સહયોગી પશુ-પક્ષી પ્રેમી સંસ્થાઓ ખડેપગે રહી અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવા કામગીરી કરશે. પતંગની દોરાથી ઘવાયેલા પશુ, પક્ષીઓને તુરંત સારવાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે માટેના હેલ્પલાઈન નંબરો પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પશુચિકિત્સક અધિકારીઓ, વેટરનરી પોલીકલીનીક સહિત સહયોગી સ્વેચ્છીક સંસ્થાના કર્મીઓ ખડેપગે રહી સેવા આપશે.
સ્વૈચ્છિક સંસ્થાઓની વાત કરવામાં આવે તો નડિયાદ માટે પ્રકૃતિ યુથ ક્લબનો હેલ્પલાઈન નં. (9409581875) અન્ય વોલન્ટિયર ગણપત તળપદા (9638066576), મુકેશ પાટીલ (9898319787), ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં ડાકોરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલન્ટિયરનો નં. (9898885313), ડાકોર નેચર હેલ્પ ફાઉન્ડેશનના વોલન્ટિયરનો નં. (7573824666), ડાકોર પ્રકૃતિ કન્ઝરવન્સીના વોલન્ટિયરનો નં. (8306310101) અને ડાકોર દયા ફાઉન્ડેશનના વોલન્ટિયરના નં. (9898748938) હેલ્પલાઈન પર સંપર્ક કરી અબોલ પક્ષીઓને પ્રાથમિક સારવાર અપાવી શકાશે.
આ સિવાય કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ વાન (1962) તથા જિલ્લા કક્ષાના કન્ટ્રોલ રૂમ (0268-2569931) પર પણ સંપર્ક કરી શકાશે. ઘાયલ પક્ષીઓને બને તો કાણાવાળા પુંઠાના બોક્ષમાં અથવા તો પ્લાસ્ટીકના બાસ્કેટમાં રાખી નજીકના પશુચિકિત્સાલય કેન્દ્રમાં પહોંચાડવા પણ જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.