તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મ જયંતિ:મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચાનું નડિયાદમાં સ્મૃતિ ભવન બને તેવી નગરજનોમાં અપેક્ષા

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દુચાચાની આજે 129મી જન્મ જયંતિ
  • વકીલાત છોડી દેશ દેશ માટે વિતાવ્યું જીવન

ખભે થેલો અને ઝભામા ચણા ભરીને અમીરી ફકીરીમાં જીવતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકની આજે 129મી જન્મ જયંતિ છે. ઇન્દુલાલ યાજ્ઞિકને ઇન્દુચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખેડા જિલ્લાના વડામથક નડીઆદ ખાતે જન્મેલા આ મહાન પુરુષે પોતાનું જીવન દેશ અને સમાજ સેવામાં હોમી દીધું હતું. તેમણે મહાગુજરાત આંદોલનનો પ્રચંડ જુવાળ પ્રગટાવ્યો હતો. તો લોકસેવક તરીકે બિરુદ પણ મેળવ્યું છે.

દ્વિભાષી રાજ્યમાંથી અલગ રાજ્યનો દરજ્જો મેળવેલ ગુજરાત આજે જેમના થકી ઉભું છે, તેવા ઇન્દુલાલ યાજ્ઞિકનો આજે જન્મ દિવસ છે. નડિયાદ શહેર તેમનું વતન છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, નડિયાદ શહેરમાં તેમના નામે કોઈ સ્મૃતિ ભવન નથી, અગાઉ શહેરની ઇન્દુલાલ યાજ્ઞિક સ્મૃતિ સમિતિએ રસ લઈ ડભાણ રોડ પરના નવા જિલ્લા સેવા સદનને "ઇન્દુલાલ યાજ્ઞિક"ના નામે બિલ્ડીંગનું નામ રાખવામાં આવે તેવી માંગ કરી હતી, પણ સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ઉપરાંત શહેરના સંતરામ મંદિર પાસે ખુણામાં પડી ગયેલ પ્રતિમાને અન્ય જગ્યાએ કોઈ ચાર રસ્તે ખસેડવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. સાથે સાથે ઝઘડિયાપોળ આવેલ તેમના મકાનની યોગ્ય સારસંભાળ રાખવા સરકાર રસ દાખવે તો આજના લોકો આ મહાન વિભૂતિ વિશે વધુ જાણી શકશે.

ઇન્દુચાચાની પ્રતિમાને અન્ય જગ્યાએ ખસેડવા માંગ
ઇન્દુચાચાની પ્રતિમાને અન્ય જગ્યાએ ખસેડવા માંગ

મુંબઈ યુનિવર્સીટીમાંથી બી.એ કર્યું 22મી ફેબ્રુઆરી 1892માં નડીઆદના ઝઘડિયા પોળમાં જન્મેલા ઇન્દુલાલ કનયાલાલ યાજ્ઞિકે પોતાનું જીવન દેશ અને સમાજ સેવાના કાર્યો માટે સમર્પિત કરી દીધું હતું. પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ નડીઆદમાંથી મેળવી 1906માં મેટ્રિક પાસ કર્યું. આ બાદ 1910માં પદાર્થવિજ્ઞાન,રસાયણશાસ્ત્ર સાથે મુંબઈ યુનિવર્સીટીમાંથી બી.એ કર્યું. આ પછી પણ ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો તેમણે 1912માં એલ.એલ.બીનો અભ્યાસ પૂર્ણ કરી વકીલાત ચાલુ કરી હતી. વકીલાતની સાથે સાથે તેઓ દૈનિક પેપરોમાં અગ્રલેખો લખવાની પણ શરૂઆત કરી હતી.

વકીલાત છોડી દેશ અને સમાજ સેવામાં જીવન વિતાવ્યું વર્ષ 1915માં તેઓએ વકીલાત છોડી દેશ અને સમાજ સેવામાં પૂરું જીવન હોમી દેવાનો નિર્ણય લીધો હતો. 1922માં યુગધર્મની શરૂઆત કરી આ વચ્ચે થોડો વખત દેશ સેવાનું કામ છોડી ફિલ્મ ક્ષેત્રમાં પણ ગયા હતા. પાવાગઢનું પતન ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું. વર્ષ 1936માં વિવિધ રાજકીય આંદોલનની ભૂમિકા ભજવી સાથે સાથે વર્ષ 1944માં ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસેના નેનપુર ગામે આશ્રમ શરુ કરીને રચનાત્મક પ્રવૃતિઓ શરુ કરી હતી.

નર્મદ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા ઇન્દુલાલ યાજ્ઞિકે ગાંધીજીના સૈનિક બનીને ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના મંત્રી બન્યા અને સતત ત્રણ ટમ સુધી લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવીને ગરીબોના સાચા બેલી બની રહ્યા હતા. તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1960 દરમિયાન ચાલેલા મહાગુજરાત આંદોલનની ચળવળના પણ સેનાની તરીકે તેમને સક્રિય ભૂમિકા ભજવી હતી. સમગ્ર ગુજરાતમાં તેમણે મહાગુજરાત આંદોલનનો પ્રચંડ જુવાળ પ્રગટાવ્યો હતો. આ ઉપરાંત નવલકથા, કાવ્ય, આત્મકથા, જેવા અનેક સર્જનોની ભેટ આપી છે.

નડિયાદમાં આજે પણ છે તેમનું મકાન નડિયાદ શહેરમાં તેઓનું મકાન આજે પણ હયાતીના પુરાવા પુરે છે. જોકે, આ મકાન ઉપેક્ષિત હાલતમાં જોવા મળી રહ્યું છે. વળી શહેરના સંતરામ મંદિર પાસે તેમની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે જે લારીના ઓથા તળે ઢંકાયેલી જોવા મળી રહી છે. સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન નહીં મળતાં આવા રચનાત્મક પ્રવૃત્તિ કાર્ય કરનાર લોકસેવકોનું અપમાન થઈ રહ્યું છે. આજના યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા મેળવે તે હેતુસર તેમના નામનું એક સ્મૃતિ ભવન ઉભું થાય તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.

તેલના ભાવ વધતા ઇન્દુલાલ યાજ્ઞિકે જુલાઈ 1964માં તેલ સોંઘવારી સપ્તાહની ઉજવણી કરી વર્ષ 1964માં ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાત મધ્યસ્થ સંગ્રામ સમિતિના પ્રમુખ હતા. આ સમયે 19મી જુલાઈ 1964ના રોજ વડોદરા જિલ્લા સંયુક્ત સંગ્રામ સમિતિની મળેલ બેઠકલમાં ઇન્દુલાલ યાજ્ઞિકે તાકીદે તેલના ભાવ નીચા લાવવા માટે તેલ સોંઘવારી સપ્તાહ ઉજવવાની હાકલ કરી હતી. સાથે સાથે તેલના મિલો ઉપર મોરચો લઇ ઉગ્ર દેખાવો કરવાની પણ ચિમકી આપી હતી. તો વડોદરા બંધન એલાન પણ જાહેર કરાયું હતું.

80 વર્ષની વયે અમદાવાદ ખાતે થયું નિધન ઇન્દુલાલ યાજ્ઞિકનું અવસાન 17મી જુલાઈ 1972માં 80 વર્ષની વયે અમદાવાદ ખાતે થયું હતું. આ બાદ વર્ષ 1999માં તેમના માનમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેઓની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. દેશ અને લોકોની સેવામાં જોતરાયેલા આ યુગ પુરુષના જન્મ દિન કેમ કરી ભુલાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો