તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Indian Army Recruitment Process Will Start At Godhra, Online Application Form Can Be Filled For The Purpose Of Participation

સૈન્યમાં જોડાવો:ગોધરા ખાતે યોજાનાર ઈન્ડિયન આર્મી ભરતી પ્રક્રિયા શરૂ થશે, ભાગ લેવા હેતુસર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર ઓનલાઇન અરજીમાં આપવાનું રહેશે

ઈન્ડિયન આર્મીમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો કે જેઓ આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી 6 જુનથી 20 જુલાઈ સુધી સ્વીકારવામાં આવશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. આ ઉપરાંત ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર ઓનલાઇન અરજીમાં આપવાનું રહેશે.

ભરતી પ્રક્રિયા 5થી 22 ઓગસ્ટ દરમ્યાન કનેલાવ સ્પોટર્સ કોમ્પલેક્ષ, ગોધરા ખાતે યોજાશે

21 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારે પોતાના ઇ-મેલ આઇડી પરથી પોતાનું એડમીટ કાર્ડ પ્રિન્ટ કરી પોતાની સાથે રાખવાનું રહેશે. જે ભરતી મેળામાં બિનચૂક લઈ જવાનું રહેશે. જેમાં ભરતીનું સ્થળ, સમય અને તારીખ દર્શાવેલા હશે. એડમીટ કાર્ડમાં ઉમેદવારે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. જ્યારે ભરતી પ્રક્રિયા 5થી 22 ઓગસ્ટ દરમ્યાન કનેલાવ સ્પોટર્સ કોમ્પલેક્ષ, ગોધરા જી.પંચમહાલ ખાતે યોજાશે.

ઓનલાઇન ફોર્મ પણ નિ:શુલ્ક ધોરણે ભરી આપવામાં આવશે

ખેડા જીલ્લાના અવિવાહિત સશક્ત પુરુષ ઉમેદવારો કે જેઓ ઓછામાં ઓછું એસ.એસ.સી પાસ તેમજ સત્તર વર્ષ છ મહિનાથી 21 વર્ષની વય ધરાવતા તેમજ ધોરણ 12 સાયન્સ પાસ ઉમેદવારો કે જેઓ કલાર્ક, સ્ટોર કીપર, ટેકનીકલ તેમજ સોલ્જર નર્સીગમાં જવા ઇચ્છે છે, તેઓ સત્તર વર્ષ, છ મહિનાથી 23 વર્ષ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ઉંચાઇ 168 સે.મી. વજન 50 કિ.ગ્રા. તેમજ છાતીનું માપ 77 સી.મી.થી 82 સી.મી. હોવું જોઇએ.યુવાનોને સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. જીલ્લા રોજગાર કચેરી- બ્લોક “એ”, બીજો માળ, સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે કામકાજના દિવસોમાં ઉપસ્થિત રહી ઓનલાઇન ફોર્મ પણ નિ:શુલ્ક ધોરણે ભરી આપવામાં આવશે. તેમ ઇ.ચા. જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...