તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો, નડિયાદ શહેરમાં વધુ સાત દર્દી પોઝિટીવ

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓના આંકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. એક કે બે દર્દીઓ ઉપર પહોંચેલો કોરોના દર્દીઓનો આંક 8 પર પહોંચી ગયો છે. હાલમાં જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 3258 પર પહોંચી ગયો છે. ગુરૂવારે નડિયાદ શહેરના 59 વર્ષના કલેક્ટર, કલેક્ટર બંગ્લોમાં રહેતા 58 વર્ષના મહિલા, 58 વર્ષના ડીડીઓ ઉપરાંત મિશન રોડ પર આવેલા જે.કે.પાર્કમાં રહેતા 62 વર્ષના વૃધ્ધ, કુમકુમ નગર સોસાયટીમાં રહેતા 67 વર્ષના વૃધ્ધ, ડભાણમાં રહેતા 49 વર્ષના આધેડ, કઠલાલ નવોદય િવદ્યાલયમાં રહેતા 16 વર્ષના તરૂણ, વડતાલ-કરોલી રોડ પર પટેલ વાડી પાસે રહેતા 30 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 8 થી 22 પર પહોંચી ગઇ છે. જેમાં 10 દર્દી હોમઆઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 2 દર્દી ઓક્સિજન સપોર્ટ પર અને 1 દર્દી બાયપેપ પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો