તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવમાં અંશતઃ સ્થિરતા:વરસાદ વરસતા શાકભાજીની આવક વધી, ભાવમાં નજીવો વધારો-ઘટાડો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ સંતરામ શાકમાર્કેટમાં શાકભાજી ખરીદતા ગ્રાહકો. - Divya Bhaskar
નડિયાદ સંતરામ શાકમાર્કેટમાં શાકભાજી ખરીદતા ગ્રાહકો.
  • તહેવારોના દિવસોમાં વધેલા ભાવ ફરી પાછા યથાવત
  • ટમેટા, ભીંડા, પાપડી, ડુંગળીના ભાવ 1 મહિનાથી સ્થિર

​​​​​​સપ્ટેમ્બરના પહેલા બે દિવસમાં જ વરસાદ વરસતા શાકભાજી માર્કેટમાં આવક સારી રહી છે. નડિયાદ શહેરના સંતરામ શાક માર્કેટમાં એક ઓગસ્ટથી આજદિન સુધી શાકભાજીના ભાવમાં અંશતઃ સ્થિરતા જોવા મળી છે. કેટલાક શાકભાજીના ભાવમાં વધઘટ થઈ, પરંતુ તે સામાન્ય હતી. એક મહિનાથી શાકભાજીના ભાવમાં કોઈ મોટો ફેરફાર નહીં થતા ગૃહીણીઓ હોંશે હોંશે શાકભાજીની ખરીદી કરી રહી છે.

સંતરામ શાક માર્કેટમાં કંકોડાના ભાવ 1 ઓગસ્ટના રોજ રૂ.100નો કિલો હતો, જે રાંધણ છઠ્ઠ જેવા તહેવારમાં પણ એટલો જ રહ્યો. જોકે આજની તારીખે તેમાં રૂ.10 પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. જ્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં પણ સામાન્ય ફેરફાર જોવા મળ્યા છે. 1 ઓગસ્ટના રોજ ડુંગળી રૂ.50ની અઢી કિલો મળતી હતી. જેનો ભાવ રાંધણ છઠ્ઠના આગલા દિવસે 10 રૂ. વધીને રૂ.60 થઈ ગયો હતો, અને આજે પણ તે રૂ.60 કિલોના ભાવે મળી રહી છે. જ્યારે ટમેટા, ભીંડા, વાલોર પાપડી જેવા શાકભાજીમાં સમગ્ર મહિનો ભાવ સ્થિર રહ્યા છે.

વરસાદ અને શાકભાજીની આવક વચ્ચે સીધો સંબંધ
વેપારી પંકજભાઇએ જણાવ્યું હતુ કે વરસાદ પડે એટલે શાકભાજી બગડી જતા હોય છે, જેથી આવક ઘટી જતી હોય છે અને ભાવો વધતા હોય છે. પરંતુ વરસાદ પાછો ખેંચાય ત્યારે શાકભાજીની આવક વધતી હોય છે અને ભાવમાં રાહત રહેતી હોય છે.

ઓગસ્ટ માસ દરમિયાન શાકભાજીના ભાવની સ્થિતિ

શાકભાજી1 ઓગસ્ટ27 ઓગસ્ટ2 સપ્ટેમ્બર
કંકોડા10010090
મેથી404050
બટાકા121212
ટામેટા202020
લીંબુ304060
કોથમીર405040
ભીંડા101010
મરચા402020
સુરણ152015
પત્તરવેલી-પાના404040
ગાજર404030
વટાણા100120100
વાલોર-પાપડી302525
ફણસી404060
ડુંગળી202022
અન્ય સમાચારો પણ છે...