મહોરમ પર્વ:નડિયાદ સહિત જિલ્લામાં આવતીકાલે મોહરમનો પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરાશે

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે આ પર્વ ખૂબજ સાદગીપૂર્વક ઉજવાઇ રહ્યો છે

કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હજરત ઇમામ હુસેને પોતાના 72 જાંનિસાર સાથીઓ સાથે સહાદત વ્હોરી હતી. તેની યાદમાં મનાવવામાં આવતા મોરહમના પર્વની નડિયાદ સહિત જિલ્લામાં આ વખતે બીજા વર્ષે પણ ખૂબ જ સાદગીપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવનાર છે.

કોરોનાની મહામારી નહોતી ત્યારે મોહરમના પર્વને ખુબજ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવતો હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે આ પર્વ ખૂબજ સાદગીપૂર્વક ઉજવાય રહ્યો છે. શુક્રવારના દિવસે આ પર્વ ટાંણે તમામ ઠેકાણે તાજીયાના જુલુસ બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ મુસ્લિમ વિસ્તારમાં તાજિયા રાખી તે વિસ્તારમાં માતમ મનાવવામાં આવશે. હાલમાં ખેડા જિલ્લામાં વિવિધ ગામ-શહેરમાં મુસ્લિમો દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા છે જે મોહરમના દિવસે વિસ્તારમાં જ આવેલા ચોકમાં મૂકશે અને ત્યાંથી પર્વને મનાવશે.

મોહરમના પર્વના દિવસે ખાસ દુઆ તેમજ નમાજ પઢવામાં આવે છે. આ ઉપરાંત બે દિવસના રોજા પણ રાખવામાં આવે છે. ગરીબોને દાન કરી લોકોની મદદ કરી આ પર્વને મનાવવામાં આવે છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોહરમના પર્વને અનુલક્ષીને દર્દીઓને ફૂટ વિતરણ કરાયું

નડિયાદના પરીવાર સોસાયટી વિસ્તારમાં રહેતા રઈશખલીફા અનવરહુસૈન કુરેશી, ફહાદ, રેહાન તેમના મિત્રો દ્વારા મોહરમને લઈ નડિયાદની સીવીલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટની કીટ આપી છે. આ મિત્રો એ મોહરમના પર્વને અનુલક્ષીને કરેલી આ કામગીરીને હોસ્પિટલના સ્ટાફે બિરદાવી હતી.