તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્પ્રેરણા:મહેમદાવાદના ઘોડાસરની પરીણિતાના મોતના પ્રકરણમાં સાસુ સસરા સામે દુષ્પ્રેરણની ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેમદાવાદ પંથકમાં પરીણિતાએ સાસુ સસરાના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પુરા પંથકમાં ચકચાર જાગી છે. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મથકે ત્રાસ આપનાર સાસુ અને સસરા સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

મહેમદાવાદના તાલુકાના ઘોડાસર ગામે રહેતા જીતેન્દ્રસિંહ દલપતસિંહ ડાભીના દિકરા મહેશના લગ્ન આજથી ચાર વર્ષ અગાઉ આ વિસ્તારના પથાવત ગામે રહેતા સોનલબેન ઝાલા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પરીણિતાના સાસુ તથા સસરા ઘરના કામકાજ બાબતે અવારનવાર તેણીની સાથે ઝઘડો કરતાં હતા. જોકે મહેશનો પોતાની પત્ની પ્રત્યેનો વ્યવહાર સારો હોવાથી પરીણિતા સહન કરી મન મનાવી સાસરીમાં રહેતી હતી. આ દરમિયાન એક દિવસ ઝઘડો વધતાં પરીણિતા રીસાઈને પીયર આવી ગઈ હતી. જોકે તેણીને સમજાવી બુઝાવી તેની માતાએ પરીણિતાને સાસરે મોકલી હતી.

આ બાદ પણ અવારનવાર પરીણિતાને તેણીના સાસુ સસરા ઘરના કામકાજ બાબતે હેરાન કરતાં હતાં. તેથી છેલ્લા એક માસ પહેલા જ મહેશ સોનલને તેણીના માતાના ઘરે મૂકી આવ્યો હતો. આ સમયે પરીણિતાએ સ્પષ્ટ ના પાડી દીધી કે હું ત્યાં નહી જઉ. મને મારા સાસુ સસરા ખુબજ ત્રાસ આપે છે. દરમિયાન 15 દિવસ પહેલા જ પરીણિતાના સાસરાનો સોનલબેનના માતા પર ફોન આવ્યો હતો. કે તમે અહીંયા સોનલને મોકલો અહીંયા ઘરના કામમાં ઘણી તકલીફ પડે છે. જેથી સોનલની માતાએ ઠપકો આપી જણાવ્યું કે તમે સોનલ અને જમાઈને અલગ રહેવા દો તો મોકલું, આથી જીતેન્દ્રસિંહે પોતાના ઘરના ઉપરના માળે દિકરા અને પુત્રવધુને અલગ રહેવા દીધા. દરમિયાન મહેશ હાજર ન હોય ત્યારે પરીણિતાના સાસુ અને સસરા બન્ને તેણીના ઘરે આવી ઘરના કામકાજ બાબતે ઝઘડો કરતાં હતા.

આથી કંટાળેલી સોનલે પોતાના સાસુ સસરાના ત્રાસથી કંટાળી ગતરોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે તેણીએ કઈ રીતે ગળાફાંસો ખાંધો તે પોલીસ તપાસનો વિષય છે. આ અંગે મૃતકની માતા શારદાબેન ઝાલાની ફરિયાદના આધારે પરીણિતાના સાસુ રમીલાબેન ડાભી અને સસરા જીતેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ દુષપ્રેરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 306, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...