તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કપડવંજ પંથકમાં રહેતી એક પરીણિતા પોતાની સાસરીમાં કોઈ કારણોસર દાઝી જતાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે પરીણિતાના પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ દુષપ્રેરણનો ગુનો નોંધાયો છે. પરીણિતાના પતિને પોતાની જેઠાણી સાથે આડા સંબંધની તકરારમાં પરીણિતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. અને તે ત્રાસ સહન ન થતાં પરીણિતાએ મોત વ્હાલ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ ઘટનામાં એક 5 વર્ષની દીકરીએ માતાની મમતા ગુમાવી છે.
કપડવંજ તાલુકાના તોરણા ગામે રહેતી પરીણિતા ઉર્મિલા પરમારના લગ્ન વર્ષ 2012માં બળવંત પરમાર સાથે થયા હતા. 9 વર્ષના લગ્ન ગાળામાં આ દંપતી વચ્ચે સંતાનમાં એક દીકરીએ છે. જેની વય આજે 5 વર્ષની છે. ગત 23મી માર્ચના રોજ ઉર્મિલા પોતાની સાસરી તોરણા મુકામે હતી તે સમયે કોઈ કારણોસર દાઝી જતાં તેણીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ગત 3જી એપ્રિલના રોજ ઉર્મિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે ઉર્મિલાના મોટાભાઈ શૈલેષ રાઠોડે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે દુષપ્રેરણની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં પરીણિતાના પતિ બળવંત પરમાર, જેઠ દિલીપ પરમાર અને જેઠાણી શિલ્પા પરમારનો સમાવેશ થાય છે. ફરીયાદમાં જણાવ્યા અનુસાર બળવંતને છેલ્લા કેટલાય સમયથી પોતાની ભાભી શિલ્પા સાથે આડા સંબંધ હતા. જેની જાણ પરીણિતા ઉર્મિલાને થતાં છેલ્લાં દોઢ એક વર્ષથી ઉર્મિલા અને બળવંત વચ્ચે આ બાબતને લઈ ડખો ચાલતો અને ઝઘડો થતો હતો. જેથી અવારનવાર પરીણિતા રીસાઈને પોતાના પિયરમાં આવી જતી હતી. પરંતુ ઘર સંસાર બગડે નહિ તેથી ઉર્મિલાના પરિવારજનો તેણીને સમજાવી બુજાવી પરત સાસરે મુકી જતાં હતાં. આ દોઢ વર્ષનો ત્રાસ સહન ન થતાં તેણીએ પોતાની જાતે સાસરીમાં જ મોત વ્હાલ કર્યું હોવાનું ઉલ્લેખ કરાયો છે. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે દુષપ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.