કોરોનાવાઈરસ:વીરપુરમાં બંધાણીઓ છીંકણી લેવા દુકાને તીડના ટોળાની જેમ ઉતરી પડ્યાં

વિરપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ કોઇ સરકારી સહાય મેળવવા માટેની લાઇન નથી, તો વળી, વતન જવા ઇચ્છતાં શ્રમિકોના ટોળા પણ નથી કે મફત રાશન-સહાય મેળવવા માટે ઉમટી પડેલાં લોકો પણ નથી. વિરપુરમાં તમાકુની દુકાનો પર છીંકણી લેવા માટે મોટો સંઘર્ષ કરતાં બંધાણીઓએ ભારે ભીડ કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજીયા ઉડાડ્યા હતા. ગંભીર બાબત એ છે કે, વિરપુરમાં કોરોના પોઝિટિવના 11 કેસ નોંધાયા હોવા છતાં પણ લોકો મોંઢા પર માસ્ક નહીં પહેરી અને એકબીજાની અડોઅડ ઉભા રહી જાહેરનામાનો ભંગ કરતાં જોવા મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...