તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિરપુર તાલુકામાં ગ્રામ પંચાયત 31 અને 20 જ તલાટી હોવાથી કામો ખોરંભે

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 11 તલાટીઓની ઘટ : એક તલાટી દીઠ 2 થી 3 ગામોનો ચાર્જ

વિરપુર તાલુકામાં ફરજ પરના તલાટીઓની ઘટતી સંખ્યાને લઈને નાગરિકોના કામ ખોરંભે ચડયા હોવાની ફરિયાદો ઊઠી છે ગ્રામ્ય સ્તરે દરેક નાનાંમોટાં કામમાં તલાટીની જરૂર પડતી હોય છે ત્યારે તાલુકાની 31 જેટલી ગ્રામ પંચાયતોમાં 20થી પણ ઓછા તલાટી હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જોધપુર અને પાસરોડા ગ્રામ પંચાયતોમાં તલાટીઓ ન હોવાથી ઈન્ચાર્જ તલાટીઓને ચાર્જ આપી દેતા એકસાથે ત્રણ-ચાર ગામોનો ચાર્જ સંભાળવો પડતો હોવાના કારણે બૂમરાણ મચી છે

તાલુકાની 31 જેટલી ગ્રામ પંચાયત વચ્ચે માત્ર 20 તલાટીઓ છે જેમાં ૧૧ તલાટીઓની ધટ છે આથી એક તલાટી બે થી ત્રણ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળે છે જેના કારણે મહત્વની કામગીરી પર અસર પડે છે તાલુકાની ગ્રામીણ સ્તરે નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો કાઢવાથી લઈ સરકારી યોજનાના કામો માટે તલાટીની જરૂર પડતી હોય છે ગામોમાં આવકના દાખલા, વિધવા પેન્શન, રેશનકાર્ડ, શૌચાલયની કામગીરી વગેરે જેવાં કામોથી લઈને મોટા ભાગના સરકારી-અર્ધસરકારી લોકકાર્યો તલાટીના માધ્યમથી જ થતાં હોય છે.

આ સ્થિતિમાં તલાટીની ગેરહાજરીને લીધે ગામોના અને નાગરિકોનેા અનેક કામો અટકેલાં પડયાં હોય છે ટલ્લે ચડતા કામોને લીધે એક તરફ ગામવાસીઓ રોષે ભરાયા છે, તો બીજી તરફ એક સાથે ત્રણ-ચાર ગામોની ફરજ સોંપાવાને લીધે તલાટીઓમાં પણ વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ૧૧ ગ્રામ પંચાયતોની તલાટીઓની ધટ ને તાકીદે નવા તલાટીઓની નિમણૂક કરવામાં આવે‌ તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...