તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વસો તાલુકામાં રસીકરણ અભિયાન પુર જોશમાં, મિત્રાલ અને દાવડામાં રસીકરણના કેમ્પ યોજાયો

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાવડા ગામે દૂધ ઉત્પાદક સહકારી ડેરી દ્વારા કોવિડ 19 રસીકરણનો કેમ્પ યોજાયો

કોરોના સામે લડવા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. ત્રીજી લહેર પ્રસરે તે પહેલાં સૌ કોઈ લોકો રસીનો લાભ મેળવે તેમ સરકાર ઇચ્છી રહી છે. ખેડા જિલ્લાના વસો તાલુકામાં પણ રસીકરણ અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે. આ તાલુકાના મિત્રાલ અને દાવડામાં મેઘા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજના સબ સેન્ટર મિત્રાલ ખાતે કોવિંડ19 રસીકરણ સઘન પ્રોગ્રામ અંતર્ગત મિત્રાલ ગામે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન પટેલ આયુષ મેડિકલ ઓફિસર ડો. સંતોષ પંચાલ ,કોમ્યુનીટી હેલ્થ ઓફિસર શ્રેયા ખરાડી સુપરવાઈઝર મેહુલ બૌદ્ધ , આરોગ્ય કાર્યકર સુમિત્રાબેન માલિવાડ, કલ્પેશ મકવાણા, આશા વર્કર બહેનો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હાજર રહી રસીકરણનો લાભ લીધો હતો. આ સાથે આ તાલુકાના દાવડા ગામે દૂધ ઉત્પાદક સહકારી ડેરી દ્વારા કોવિડ 19 રસીકરણનો કેમ્પ યોજાયો હતો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગરના સબ સેન્ટર દાવડા ખાતે દૂધ મંડળીના દરેક સભાસદો તથા દૂધ મંડળીના સભ્યો , ચેરમેન અશોક પટેલ સેક્રેટરી રમણ પરમાર વાઇસ ચેરમેન અમરસિંહ પરમારની ઉપસ્થિતિમાં કોરોના મહામારીથી રક્ષણ આપવા માટે કોરોના રસીકરણ કરવામા આવ્યું હતું. જેમાં યોગીનગર પ્રા. આ. કેન્દ્રના સ્ટાફ તથા દાવડા સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી મહેશભાઈ પરમાર ,અનિલા ક્રિસ્ટી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રોનક ક્રિશ્ચિયન તથા આશા વર્કર બહેનો જશોદાબેન પરમાર, હેતલ પટેલ, કંચન મકવાણા, નર્મદાબેન રોહિત,હીનાબેન પરમાર તથા દાવડા દૂધ ઉત્પાદન મંડળીનો તમામ સ્ટાફ કામગીરીમાં સહભાગી થયો હતો.

અન્ય સમાચારો પણ છે...