તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • In Vanoti, Four Persons Attacked 1 In Connection With A Love Affair, Police Registered A Crime And Conducted An Investigation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વણોતીમાં પ્રેમસંબંધ બાબતે ચાર શખ્સોનો 1 પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઠાસરાના વનોતી ગામે રહેતા 60 વર્ષિય જાલમભાઈ બાબુભાઈ પરમારના દિકરા અજયને પોતાના જ કુંટુંબના પર્વતભાઈ રાવજીભાઈ પરમારની દિકરી અનિતા સાથે પ્રેમ સંબંધ હોવાથી જાલમભાઈ અને પર્વતભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ બાબતને સંદર્ભે જાલમભાઈએ પોતાના દિકરાને બહારગામ મોકલી દઈ, ત્યારબાદ સમાધાન માટે 31 માર્ચના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ પોતાના કાકા બુધાભાઈ પરમારના ઘરે ગયા હતા.પરંતુ તે વખતે ત્યાં પર્વતભાઈ આવી પહોંચ્યા હતા અને તેઓએ ઉશ્કેરાઈને જાલમભાઈને અપશબ્દો બોલતા હતા. તેમજ બુધાકાકાને ત્યાં કેમ આવ્યા છો, તેમ કહી અપશબ્દો ઉચાર્યા હતા. આ સમયે જાલમભાઈએ પર્વતભાઈને અપશબ્દો બોલવાની ના પાડતા આરોપી પર્વતભાઈ વધારે ઉશ્કેરાઈ જઈને લાકડીથી હુમલો કરી દીધો હતો.

આ સમયે બુમાબુમ થતા અગાઉના ઝઘડાની રીસ રાખી પર્વતભાઈના દિકરા જયેશભાઈએ ઉપરાંત ગીરીશભાઈ પરમારે પણ જાલમભાઈને લાકડીથી માર માર્યો હતો. આ દરમિયાન જાલમભાઈની પત્ની મોઘીબેન સ્થળ પર આવી પહોંચતા ચારેય આરોપીઓ જાલમભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જાલમભાઈએ પર્વતભાઈ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો