તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિક્ષા:વડતાલ સ્વા.મંદિરમાં યોગિની એકાદશીએ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 26 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રસંગે દિક્ષાર્થી સંતોના પુર્વાશ્રમના માતાપિતા સગાસબંધીઓ ઉપસ્થિત રહ્યા

સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં સોમવારે યોગિની એકાદશીના શુભદિને લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 26 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. આચાર્ય મહારાજ ગાદીએ પદારૂઢ થયા બાદ આજ દિન સુધીમાં કુલ 719 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હોવાનું ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું.

વડતાલ ખાતે સોમવારે યોગિની એકાદશીના શુભદિને ગોપાળાનંદસ્વામીના આશ્રમે વડતાલ, ગઢડા, જુનાગઢના કુલ 26 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપવાનો સમારોહ યોજાયો હતો. સવારે મંગળાઆરતી બાદ દિક્ષાર્થી પાર્ષદોને ગાપાળાનંદસ્વામીના આસને પુજામાં બેસાડ્યા હતા. પુજા-વિધિબાદ પાર્ષદોને તેઓના ગુરૂ દ્વારા સંતોના ભગવા વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 7 કલાકે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ આસને પધારી દિક્ષાર્થી સંતોને જનોઇ, કંઠી અને માળા ધારણ કરાવી કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો.

આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી, નીત્યસ્વરૂપસ્વામી (સરધાર), લક્ષ્મીપ્રસાદ સ્વામી (બગસરા), નીલકંઠસ્વામી, મુનીસ્વામી, વિવેકસ્વામી, ભક્તિસંભવસ્વામી (અમરેલી), હરિવલ્લભસ્વામી (અમરોલી), પ્રભુચરણસ્વામી (વેડવાળા), શ્વેતસ્વામી (વેડગુરૂકુળ), પીપીસ્વામી (સુરત) તથા ધર્મનંદનસ્વામી (ખંભાત) સહિત અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહી નવદીક્ષીત સંતોને આર્શિવાદ પાઠવ્યા હતા.

આચાર્ય મહારાજે નવદિક્ષીત સંતોને ભાગવતી દિક્ષા આપ્યા બાદ નૂતન નામાભિધાન થયું હતું. આ પ્રસંગે દિક્ષાર્થી સંતોના પુર્વાશ્રમના માતાપિતા સગાસબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિક્ષાસમારોહને દિપાવવા મુનીવલ્લભસ્વામી તથા શ્યામવલ્લભસ્વામીએ સુંદર વ્યવસ્થા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ગાદી પદારૂઢ બાદ 719 સંતોને દિક્ષા આપી છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજને વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર પદારૂઢ થયાના 18 વર્ષ દરમ્યાન તેમણે આજદિન સુધી 719 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે. જેમાં વડતાલના 378, જુનાગઢના 295, ગઢપુરના 40, તથા ધોલેરાના 6 મળી અત્યાર સુધીના કુલ 719 સંતોને દિક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...