ચિઠ્ઠીએ ફેંસલો કર્યો:મહેમદાવાદના બે ગામોમાં ટાઇ પડતા 'મત' નહીં પણ 'ચિઠ્ઠી' ઉછાળી સરપંચ નક્કી કરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદ તાલુકાના આમસરણ અને જીભઈપુરામાં ટાઇ પડી

ખેડા જિલ્લામાં મંગળવારે બપોર સુધી 170થી વધુ ગ્રામ પંચાયતોની મતગણતરી કરી પરિણામ આપી દેવાયા છે. આ વચ્ચે મહેમદાવાદ તાલુકાના બે ગામમાં સરપંચની ચૂંટણી દરમિયાન સરપંચના બે ઉમેદવારને સરખા મત મળતાં ચૂંટણી અધિકારીએ ચીઠ્ઠી ઉછાળી સરપંચ પદ નક્કી કરવાનો નક્કી કર્યું હતું. આ બંન્ને ગ્રામ પંચાયતમાં સરપંચ ચીઠ્ઠીથી ચૂંટાઈ આવ્યા છે.

મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાં સરપંચના ઉમેદવાર અમરતબેન રતા ભાઈચૌહાણ અને તેમના હરીફ ઉમેદવારને 727 -727 મત મળ્યા હતા બને વચ્ચે ટાઈ પડતા ચૂંટણી અધિકારી ચીઠ્ઠી ઉછાળી હતી. જેમાં અમરતબેન રતાભાઈ ચૌહાણ નામ ખૂલતા તેમને વિજય જાહેર કરવામાં આવ્યા છે.

આવીજ રીતે મહેમદાવાદ તાલુકાના જીભઇપુરામાં સરપંચના ઉમેદવાર સવિતાબેન રાજુસિંહ સોલંકી અને તેમના હરીફ ઉમેદવારને 212 -212 મત મળ્યા હતા. આ બંન્નેને સરખા મત મળ્યા હોવાને કારણે ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળતા સવિતાબેનનું નામ આવ્યું હતું. જેથી તેમને વિજય જાહેર કરવામાં આવ્યા છે. આમ મહેમદાવાદ તાલુકામાં બપોર સુધી બે ગામના સરપંચો ચિઠ્ઠીથી ફેંસલો થયો છે.

અન્ય સમાચારો પણ છે...