તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બબાલ:ખેડા જિલ્લામાં નજીવી બાબતે મારામારીના બે બનાવોમાં ચારને ઈજા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના વડાલીમાં ઘરના આંગણે પશુ બાંધવાના મુદ્દે બે પાડોશીઓ બાખડ્યાં
  • મહુધાના ખુરદાબાદમાં અપશબ્દો બોલતાં એકજ કુટુંબના બે સભ્યો ઝઘડ્યા

ખેડા જિલ્લામાં નજીવી બાબતે મારામારીના બે બનાવો બન્યા છે. જેમાં ચાર લોકોને ઈજા થઇ છે. તેમાં કપડવંજના વડાલીમાં ઘરના આંગણે પશુ બાંધવાના મુદ્દે બે પાડોશીઓ બાખડ્યાં છે. તથા મહુધાના ખુરદાબાદમાં અપશબ્દો બોલતાં એકજ કુટુંબના બે સભ્યો ઝઘડ્યા છે.

તમારા પશુ અમારી જમીનમાં બાંધશો નહી

કપડવંજ તાલુકાના વડાલી ગામે ટીમ્બા ફળી વિસ્તારમાં રહેતા કાન્તીભાઈ દેવીપૂજકે તેમના ઘરની પાડોશમાં રહેતા જયંતિભાઈ દેવીપૂજકને પશુ બાંધવાના મુદ્દે ઠપકો કરતાં જયંતિભાઈએ તેમની સાથે મારમારી કરી છે. તમારા પશુ અમારી જમીનમાં બાંધશો નહી તેમ કાન્તીભાઈએ જણાવતાં જયંતિભાઈએ આવેશમાં આવી ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા આક્રોશમાં આવેલા જયંતિભાઈએ કાન્તીભાઈ સાથે ઝપાઝપી કરી હતી.

પૌત્ર સંજય તથા દાદી મંગુબેન પર હુમલો કરી મારમાર્યા

આ સમયે કાન્તીભાઈનો પૌત્ર સંજય ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતાં જયંતિભાઈએ કોદાળી લઈ આવી સંજય પર હુમલો કર્યો હતો. તેમજ જયંતિભાઈના બે ભાઈઓ શૈલેષ અને દિપક તથા જયંતિભાઈનો જમાઈ વિજય દેવીપૂજક તમામે મારક હથિયારો લઈ આવી કાન્તીભાઈ અને તેમના પૌત્ર સંજય તથા દાદી મંગુબેન પર હુમલો કરી મારમાર્યા હતા. આ અંગે ઘવાયેલા સંજયે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 324, 323, 504, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મહેશ ઉર્ફે ચીત્યો ઉમેદભાઈ સોઢા પરમાર વચ્ચે ઝઘડો થયો

મહુધા પંથકમાં એકજ કુટુંબના બે લોકો ઝઘડી પડ્યા છે. મહુધા તાલુકાના ખુરદાબાદ ગામે રહેતા પ્રહલાદ રાવજીભાઇ સોઢા પરમાર અને તેમના કુટુંબના મહેશ ઉર્ફે ચીત્યો ઉમેદભાઈ સોઢા પરમાર વચ્ચે ઝઘડો થયો છે. ગતરોજ બપોરના બાર વાગ્યાની આસપાસ પ્રહલાદ પોતાના ઘરે હતો તે સમયે ગામમાં રહેતો મહેશ તેમના ઘર પાસેથી અપશબ્દો બોલવા લાગ્યો હતો.

મહેશ એકદમ ઉશ્કેરાઈ ગયો અને પ્રહલાદ સાથે મારામારી કરી

પ્રહલાદે જણાવ્યું કે કેમ તમે અપશબ્દો બોલતાં બોલતાં રસ્તામાંથી પસાર થાવ છો તેમ કહેતાં મહેશ એકદમ ઉશ્કેરાઈ ગયો અને પ્રહલાદ સાથે મારામારી કરી હતી. આટલેથી નહી અટકતાં મહેશે નજીકથી પથ્થર લઈ આવી પ્રહલાદ પર હુમલો કર્યો છે. ઘવાયેલા પ્રહલાદે આ અંગે મારમારનાર મહેશ ઉર્ફે ચીત્યો વિરુદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...