વાતાવરણમાં પલટો:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં એકાએક ફેરફાર, વાદળછાયા વાતાવરણની સામે ઠંડીનું જોર વધ્યું

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારથી જ સુસવાટા ભેર પવનો વાતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે બુધવારે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેના કારણે ઠંડીનું જોર વધ્યું હતું. વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

સમગ્ર ચરોતર પંથકમાં દિવાળી બાદ ગુલાબી ઠંડીએ ધીમી ધારે જમાવટ પકડી હતી. તો આજે બુધવારે સવારથી જ સુસવાટા ભેર પવનો વાતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણને કારણે સમગ્ર પંથકમાં ઠંડીનું જોર વધ્યું હતું. પલટાયેલા વાતાવરણને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. ખુલ્લા આકાશ નીચે રાતવાસો કરનારા લોકો અત્યારથી જ તાપણાંનો સહારો લેતાં જોવા મળ્યાં હતાં. વર્ષની ત્રણ ઋતુઓમાં પોતાના કાતિલ મિજાજ થકી શિયાળો જન જીવનને પ્રભાવિત કરે છે. આમ ખેડા તેમજ આણંદ જિલ્લામાં ધીમે ડગલે ઠંડીએ જમાવટ કરતાં આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...