કોરોના કહેર:નડિયાદમાં બે બાળક સહિત ત્રણ પેઢી કોરોનાની ઝપેટમાં

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં વધુ 10 પોઝિટીવ કેસ અને ત્રણના મોત

નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ પેઢી કોરાના પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું છે. આ ઉપરાંત જિલ્લામાં વધુ દસ ઉમેરાયાં છે, જ્યારે સારવાર લઇ રહેલા ત્રણ મહિલાના મોત નિપજ્યાં છે. નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતા પરિવારનો પાંચ માસના પુત્રની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયાં હતાં. જ્યાં કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. જોકે, તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યોનો ટેસ્ટ કરાવતા પાંચ મહિનાના બાળકના પિતા, દાદા અને 11 વર્ષના ભાઇને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. આમ એક જ પરિવારની ત્રણ પેઢી કોરોના પોઝીટીવ આવી હતી.

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારે વધુ દસ કોરોના કેસ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં ડાકોરના વૃદ્ધાશ્રમના 91 વર્ષિય વરિષ્ઠ અને વાડવાળું ફળીયાંમાં એમ બે કેસ નોંધાયાં છે. તેવી જ રીતે નડિયાદ શહેરના કમલેશ પાર્ક, ગુજરાત હાઉસીંગ બોર્ડ, જાવોલની મુવાડીમાં કોરોના કેસ મળી આવ્યાં હતાં. જ્યારે મહોળેલના રોહિતવાસ, વાંઠવાડીના મોટી ખડકી, ખાંધલીના સુથાર ફળીયુંમાં કોરોના સંક્રમણના કેસ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ડો. વિશેષ પારેખ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કપીલાબહેન પટેલ (રહે. ઉત્તરસંડા), સિવિલમાં સારવાર લઇ રહેલા વિમળાબહેન પટેલ (રહે. મહુધા) અને મહાગુજરાત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અરૂણાબહેન રમેશચંદ્ર જોષી (રહે. કઠલાલ)નું મૃત્યું નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...