તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સકારાત્મક પહેલ:માતા-પિતા કોરોના પોઝિટિવ હોય તો બાળકની સંભાળ માટે રાજ્યમાં જુદી જુદી સંસ્થાઓ કામ કરશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા અને અરવલ્લી જિલ્લા માટે 0 થી 6 વર્ષના બાળકોની સંભાળ માટે નડિયાદની માતૃછાયા આશ્રમની પસંદગી
  • 6 વર્ષથી ઉપરના બાળકો માટે ખેડા જિલ્લા માટે નડિયાદના હિન્દુ અનાથ આશ્રમની પસંદગી
  • રાજ્ય સરકારે બાળકોના હિતમાં સંક્રમણ ન વધે અને બાળકનું મનોબળ મજબૂત થાય તેવા આશય સાથે આ સેવાનો પ્રારંભ કર્યો છે. જે કોઈ વાલી બાળકને મુકવા માંગતા હોય તેમણે નજીકના બાળ સુરક્ષા એકમ અથવા તો ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનો સંપર્ક સાંધવા જણાવાયું છે.

નડિયાદના હિન્દુ અનાથ આશ્રમની પસંદગી કરાઇ

સમગ્ર રાજ્યમાં એક બાજુ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કેટલાક અંશે બાળકો પણ તેનો ભોગ બની રહ્યાં છે. આ વચ્ચે રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા એક આવકાર દાયક પગલું ભરાયું છે. જેમાં રાજ્યમાં વસતા તમામ વર્ગના લોકો માટે જે બાળકના વાલી કોરોના પોઝિટિવ આવ્યા હોય તેમના બાળકની સારસંભાળ માટે રાજ્યમાં જુદી જુદી સંસ્થાઓ નિ:શુલ્ક પણે કામ કરશે. જે અંતર્ગત ખેડા અને અરવલ્લી જિલ્લા માટે 0 થી 6 વર્ષના બાળકોની સારસંભાળ માટે નડિયાદની માતૃછાયા આશ્રમની પસંદગી કરાઇ છે. તો ખેડા જિલ્લા માટે 6 થી ઉપરના બાળકોની સારસંભાળ માટે નડિયાદના હિન્દુ અનાથ આશ્રમની પસંદગી કરાઇ છે.

સારસંભાળ માટે રાજ્યમાં જુદી જુદી સંસ્થાઓ નિ:શુલ્ક પણે કામ કરશે

સતત વધતા જતાં સંક્રમણને નાથવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. હવે ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થવાની શક્યતા છે. ત્યારે સરકારે અત્યારથી જ બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટેની કાળજી રાખી રહી છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માનવિયતા અભિગમ અપનાવી બાળકોના હિતમાં પુનઃ એક વખત સમાજને ઉપયોગી પગલું ભર્યું છે. જે બાળક કે કિશોરના માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યા હોય તેમના બાળકની સારસંભાળ માટે રાજ્યમાં જુદી જુદી સંસ્થાઓ નિ:શુલ્ક પણે કામ કરશે.

નાના બાળકોના ઘોડિયાથી લઈ મોટા બાળકો માટે કેરટેકર સહિતની વ્યવસ્થા

આ પસંદગી બાદ જવાબદારી સોંપાયેલ સંસ્થાઓમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈ છે. નાના બાળકોના ઘોડિયાથી લઈ મોટા બાળકો માટે કેરટેકર સહિતની તમામ વ્યવસ્થા કરાઈ છે. જે કોઈ બાળકના માતા અથવા પિતા બેમાંથી કોઈ એક કોવિડની બીમારી સામે જજુમતા હોય અને બાળકની સારસંભાળ માટે કોઈ વિકલ્પ નહોય તેવા લોકો માટે આ સેવા ખુબજ ઉપયોગી બની રહેશે. ખેડા જિલ્લામાં વસતા લોકો આ સેવાનો લાભ લેવા નડિયાદ સરદાર ભવનમાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ 0268 - 2563077, 94268 68027 પર સંપર્ક કરવો અથવા તો જિલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટિનો સંપર્ક સાંધવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...