બહેનો મન મૂકી ગરબે ઘૂમી:છ ગામ પાટીદાર સમાજ નડિયાદ મહિલા મંડળના સ્નેહમિલન સમારોહમાં ગરબાની રમઝટ

નડિયાદ15 દિવસ પહેલા
  • નવરાત્રિમાં સમાજના ગરબાનું આયોજન ન થતાં દિવાળી બાદ સ્નેહમિલન સમારોહમાં ગરબાનો કાર્યક્રમ

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને લોક નૃત્ય તરીકે ઓળખાતાં ગરબાની રમઝટ ગુજરાતીઓ નાના મોટા પ્રસંગોમાં ક્યારે પણ ભૂલતાં નથી. તાજેતરમાં નડિયાદમાં છ ગામ પાટીદાર સમાજ નડિયાદ મહિલા મંડળ દ્વારા દિવાળીનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહની સાથે સાથે ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. જરા હટકે ઉજવાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સમાજની મહિલાઓ હાજર રહી હતી.

નડિયાદ સ્થિત છ ગામ પાટીદાર સમાજ મહિલા મંડળ દ્વારા શહેરના લખાવાડ પંચની વાડી ખાતે શનિવારે દિવાળીના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ આગળ વધે અને લોકો એકબીજાથી વધુ પરિચિત બને તે હેતુથી આ સમારોહ યોજાયો હતો. આ પહેલા સમાજની મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. છેલ્લા બે વર્ષથી નવરાત્રિમાં સમાજના ગરબાનું આયોજન ન થતાં દિવાળી બાદ સ્નેહમિલન સમારોહમાં ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજની બહેનો મન મૂકી ગરબે ઘૂમી હતી.

આ સ્નેહમિલન સમારોહમાં છ ગામ પાટીદાર સમાજ નડિયાદ મહિલા મંડળના પ્રમુખ નીતાબેન પટેલ, મંત્રી હેતલબેન પટેલ, IPP મનીષા દેસાઈ, ટ્રસ્ટી ગીતાબેન પટેલ, મારુલબેન દેસાઈ, મહેન્દ્રબેન પટેલ, ઉપપ્રમુખ ભાર્ગવીબેન પટેલ, સલાહકાર સમિતિ સહિત પ્રોગ્રામ ચેરમેન સેજલબેન પટેલ, સમાજના જાગૃતિબેન પટેલ, ભાવિશાબેન પટેલ, બિન્તાબેન દેસાઈ, ભાવનાબેન પટેલ, પંકિતાબેન પટેલ અન્ય સમાજની અગ્રણી મહિલાઓ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...