તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલીટી ચેક:કોવિડ સેન્ટરોના નામે બંધ શાળાઓ ખોલીને ગાદલા પાથરી દીધા અને સુવિધાના નામે મીંડુ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારૂ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ ખેડા જિ.ના સેન્ટરોની ચોંકાવનારી વિગતો બહાર આવી
  • ધાર્મિક-સામાજિક સંસ્થાના સેન્ટરો લોકો પસંદ કરે છે
  • સુવિધાના અભાવે કેટલાક સેન્ટરોને તાળા મારવા પડ્યાં
  • 8 તાલુકાના 472 ગામમાં 2831 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે
  • જેમાં માત્ર અત્યાર સુધી 69 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકાર દ્વારા ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સંક્રમણ ઘટાડવા માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોઇપણ શંકાસ્પદ દર્દી ગામડાંમાં જોવા મળશે તેને આ સેન્ટરોમાં એડમિટ કરી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુદી તેને સારવાર આપવામાં આવનાર છે. આ માટે જિલ્લાના 8 તાલકાઓના 472 ગામોમાં 2,831 આઇસોલેશન વૉર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં અત્યાર સુદી 69 દર્દીઓ ની સારવાર ચાલી રહી છે. આ તમામ સેન્ટરો પર એડમિટ થતા દર્દીઓ માટે જેતે તાલુકાના બ્લોક હેલ્થ ઑફિસરના અંડર ની ટીમો તૈયાર કરવામાં આવી છે. સેન્ટરની નજીકના સી.એચ.સી તેમજ પી.એચ.સી કેન્દ્રો પરથી આ ટીમ ગામડાઓમાં સારવાર માટે પહોચસે.

તાલુકો :- ગળતેશ્વર 34 કોિવડ સેન્ટર કુલ 205 બેડ : 235 બેડની સુવિધા શરૂ થતાં જ સ્થાનિકોને રાહત મળી છે
ગળતેશ્વર તાલુકામાં 34 સેન્ટરો પર 205 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા શરૂ કરવામાં યાવી છે. તાલુકાના એકમાત્ર થર્મલ ખાતે સૌથી મોટું 40 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જ્યા ઓક્સિજનની પણ સુવિધા રાખવામાં આવી છે. તાલુકાના 28 દર્દીઓ પૈકી આ સેન્ટર પર 22 દર્દીઓ દાખલ છે. જ્યારે કેટલાક સેન્ટરોમાં તો બેડ ઉભા કર્યા બાદ અેક પણ દર્દી સારવાર લેવા માટે આવ્યો નથી. અપૂરતી વ્યવસ્થાને કારણે લોકો ઘરે જ હોમ આઈસોલન્ટમાં રહીને સારવાર લેવાનું પસંદ કરે છે.

તાલુકો :- નડિયાદ 44 કોિવડ સેન્ટર કુલ 306 બેડ: 44 ગામમાં 306 બેડની વ્યવસ્થા કરાઇ પણ માત્ર 5 દર્દી જ આવ્યાં
નડિયાદ તાલુકાના 44 ગામડાઓમાં કુલ 306 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત 8 મેના રોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તાલુકાની મુલાકાતે આવ્યા ત્યારથી જ તાલુકામાં આ વ્યવસ્થા શરૂ થઇ છે. અત્યાર સુધી 306 બેડ માં માત્ર 5 દર્દીઓ જ સારવાર માટે પહોચ્યા છે.

તાલુકો :- ખેડા 38 કોિવડ સેન્ટર કુલ 360 બેડ : ખેડામાં બે દિવસમાં જ દશ દર્દીઓઓ સારવાર લીધી
​​​​​​​ખેડા તાલુકામાં 38 સેન્ટરો પર 360 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યા આ બે દિવસમાં 10 જેટલા દર્દીઓ દાખલ થતા તેઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. અમદાવાદને અડીને આવેલ આ તાલુકામાં કોરોના સંકમણની અસર વધુ જોવા મળી હતી. જોકે આ સેન્ટરો શરૂ થયે હજુ 2 જ દિવસ થયા છે. ત્યારે આગામી દિવસોમાં અહીં દર્દીઓની સંખ્યા વધીસકે છે.

તાલુકો :- માતર 46 કોિવડ સેન્ટર કુલ 230 બેડ : માતરમાં 230 બેડ છતાં એક પણ દર્દી આવ્યો નથી
માતર તાલુકામાં 46 સેન્ટરો પર 230 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ સેન્ટરો પર હજુ સુધી કોઇ દર્દી એ ઉદ્ઘાટન કરાવ્યું નથી. મહત્વની વાત છેકે દર્દીઓને અહીં જમવા સાથેની સગવડ આપવાનું નક્કી કરાયું હોવા છતાં સામાન્ય લક્ષણો ધરાવતા લોકો પોતાના ઘેર જ આઇશોલેટ થવાનું વધારે પસંદ કરે છે. કારણ કે સેન્ટરોમાં જરૂરી સુવીધા હોતી નથી.

તાલુકો :- કપડવંજ 102 કોિવડ સેન્ટર કુલ 500 બેડ : કપડવંજમાં 500 બેડની સુવિધા પણ દર્દી નથી
કપડવંજ જિલ્લાનો સૌથી મોટો તાલુકા મથક છે. અહીં 102 ગામડાઓમાં આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે. જ્યા 500 થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ માત્ર દવાઅો આપવામાં આવે છે. તેના સિવાય અન્ય કોઈ કામગીરી થતી નથી. જોકે આટલું મોટું આયોજન છાત હજુ સુધી એક પણ આઇસોલેશન સેન્ટર પર એક પણ દર્દી દાખલ થયેલ જોવા મળ્યો નથી.

તાલુકો :- કઠલાલ 55 કોિવડ સેન્ટર કુલ 400 બેડ : ગ્રામ્યમાં 8 અને કઠલાલમાં 5 દર્દી સારવાર હેઠળ
કઠલાલ તાલુકાના 55 ગામડાઓમાં 400 થી વધુ બેડની વ્યવસ્તા કરવામાં આવી છે. 9 મેના રોજ અહીં પણ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લઇ આઇસોલેશન સેન્ટરની સમીક્ષા કરી હતી. હાલ ગ્રામ્ય સેન્ટરો પર 8 તેમજ કઠલાલ પીએચ સી કેન્દ્ર પર 5 મળી કુલ 13 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

તાલુકો :- મહેમદાવાદ 65 કોિવડ સેન્ટર કુલ 330 બેડ : સુવિધા 330 બેડની પણ 02 દર્દીઓએ જ લાભ લીધો
મહેમદાવાદ તાલુકામાં તંત્ર દ્વારા 65 ગામડાઓમાં સેન્ટરો શરૂ કરાયા છે. જ્યા 330 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ પથારી સિવાય અન્ય કોઈ જરૂરી સુવિધા ઉભી કરવામાં આવી નથી તેમજ સૌચાલયની વ્યવસ્થા પણ પૂરાત પ્રમાણમાં નથી. અત્યાર સુધી 02 દર્દીઓએ અહીં આઇસોલેશન સેન્ટરનો લાભ લીધો છે.

તાલુકો :- ઠાસરા 66 કોિવડ સેન્ટર કુલ 400 બેડ : કોવિડ કેર સેન્ટરનો સૌથી વધુ લાભ લેતાં સ્થાનિક દર્દીઓ
​​​​​​​ઠાસરા તાલુકામાં 66 સેન્ટરો પર 400 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગળતેશ્વર બાદ સૌથી વધુ દર્દીઓ પણ ઠાસરામાં જ આઇસોલેશન સેન્ટરનો લાભ લેતા નજરે પડ્યા છે. અહીં 16 દર્દીઓ જુદા જુદા આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.

તાલુકો :- વસો 22 કોિવડ સેન્ટર કુલ 100 બેડ : 22 કેન્દ્રમાં એક પણ કેસ ન આવ્યો
​​​​​​​વસો તાલુકો જિલ્લાનો સૌથી નાનો તાલુકો છે. જ્યા 22 સેન્ટરો પર 100 થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્તમ ગ્રામ્ય વિસ્તાર વાળા આ વિસ્તારમાં પણ 22 સેન્ટરો પરથી એક પણ સેન્ટર પર દર્દી હજુ સુધી દાખલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...