કોરોનાની સ્થિતિ ચિંતાજનક:વીતેલા 4 માસમાં 1.58 લાખ કોરોના ટેસ્ટિંગમાં 104 દર્દી પોઝિટિવ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ સિવિલમાં RTPCR લેબ ખાતે હરરોજ કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ટેસ્ટીંગ થાય છે. - Divya Bhaskar
નડિયાદ સિવિલમાં RTPCR લેબ ખાતે હરરોજ કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ટેસ્ટીંગ થાય છે.
  • ખેડા જિલ્લામાં સપ્ટેમ્બરમાં માત્ર 0.05 જ્યારે ડિસેમ્બરમાં 0.18 પોઝિટિવ કેસમાં 0.17 ટકાનો ચિંતાજનક વધારો

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હરરોજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. જેની સામે આવતા પોઝિટિવ દર્દીઓનો દર છેલ્લા ચાર મહિના દરમિયાન ડિસેમ્બર માસ માં સૌથી ઉંચો આવ્યો છે. સપ્ટેમ્બર માસમાં 41,787 ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત 5 દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ડિસેમ્બર માસમાં 45,763 શંકાસ્પદ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે જેમાંથી 84 દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ સપ્ટેમ્બર માસમાં પોઝિટિવ કેસનો દર 0.01 ટકા હતો જે વધીને ડિસેમ્બર માસમાં 0.18 ટકા સુધી પહોંચી ગયો છે.

ખેડા જિલ્લામાં સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન કોરોનાની સ્થિતિ કાબૂમાં હતી. આ ત્રણ મહિનામાં 1,12,389 લોકોના થયેલા ટેસ્ટીંગમાં ફક્ત 20 જ કોરોના કેસ નોંધાયા હતા. પરંતુ ડિસેમ્બર માસ દરમિયાન ચૂંટણી અને લગ્નગાળાના ખતરનાક કોમ્બિનેશન કોરોના કેસોમાં જોરદાર ઉછાળો લાવી દીધો. ફક્ત ડિસેમ્બર માસમાં જ થયેલા 45,763 કેસોમાંથી 84 ટેસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેની ટકાવારી 0.18 ટકા છે. જિલ્લામાં જે રીતે કોરોનાનો દર વધી રહ્યો છે, તે સ્થિતિ ચિંતાજનક ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...