• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In The Fourth Year Of Marriage, The Kidney Given To Wife Anjum By Her Husband Also Failed But The Marriage Of The Loving Couple Passed The Ordeal.

વૅલેન્ટાઈન ડે:લગ્નના ચોથા વર્ષે પત્ની અંજુમને પતિને આપેલી કિડની પણ ફેલ પરંતુ પ્રેમી યુગલનું દામ્પત્યજીવન અગ્નિપરીક્ષામાં પાસ

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં પ્રેમી યુગલની અનોખી પ્રેમ-પડકાર ભરી કહાની

સાચા પ્રેમની કોઈ પરિભાષા હોતી નથી. પરંતુ જીવનમાં આવતા સારા નરસા પ્રસંગો જ પ્રેમની સાચી પરીક્ષા કરતા હોય છે. આવી જ એક ઘટના નડિયાદ શહેરમાં જોવા મળી છે. મુસ્લિમ સમાજના બે પ્રેમીઓએ પ્રેમલગ્ન કર્યા, જેના થોડા વર્ષો બાદ પતિની બંને કિડની ખરાબ થઈ જતા પત્ની માટે પરીક્ષાનો સમય શરૂ થયો. પતિના ઘરમાંથી જ્યારે કોઈ વ્યક્તિ કિડની ડોનેટ કરવા તૈયાર ન થયું, ત્યારે પત્નિએ પોતાની કિડની આપી પતિનો જીવ બચાવ્યો. જોકે પત્નીએ આપેલી કિડની પણ 8 વર્ષ બાદ ખરાબ થઈ જતાં હવે પતિ ડાયાલિસીસ પર જીવી રહ્યો છે, અને આજે પણ પત્ની અંજુમન એટલા જ પ્રેમથી તેની સેવા કરી રહી છે અને ખુદા પોતાના પર રહેમ કરશેે એવી આશા સાથે જીવી રહી છે.

પ્રેમ થયો ત્યારે એક બીજા માટે, એક બીજા સાથે જીવવાનું અમે વચન આપ્યું હતું તેમ કહેતાં અંજુમન કલ્પેશભાઇ વ્હોરાએ જણાવ્યું હતું કે, 18 મે 2003માં પરિવારજનોની મંજૂરી મળતા અમે બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. એક દિવસ મારી નજર કલ્પેશના પગ પર પડી, તેના પગ પર સોજા લાગ્યા આ બાબતે ડોક્ટરને બતાવતા બ્લડ પ્રેશર વધુ હોય, તબીબે ઇકો કાર્ડિયોગ્રામ કરાવવાની સલાહ આપી. જોકે તે રિપોર્ટ નોર્મલ આવતા કિડનીની તકલીફ થઇ હોવાનું ધ્યાને આવ્યું.

જેથી તુરંત જ નડિયાદની કિડની હોસ્પિટલમાં તપાસ કરાવતા બંને કિડની ફેલ હોવાનું નિદાન થયું. નડિયાદની કિડની હોસ્પિટલમાં સારવાર ખૂબ ખર્ચાળ હોઈ અમદાવાદ સિવિલમાં આવેલ કિડની ઈન્સ્ટીટ્યૂટમાં ગયા. જ્યાં ફરીથી તમામ રિપોર્ટ કરાવ્યા બાદ ડોક્ટરે ડાયાલીસીસ શરૂ કરાવ્યું. કલ્પેશની સ્થિતીને જોતાં ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. જોકે કિડની લાવવી ક્યાંથી અને પરિવારમાંથી કોણ કિડની આપશે, તેની મુંઝવણ વચ્ચે મેં જ મારા પતિનો જીવ બચાવવાનું નક્કી કર્યું. કલ્પેશ તો મારી કિડની લેવા તૈયાર જ ન હતા, પરંતુ મે મારા પ્રેમને બચાવવા આખરી નિર્ણય લઈ લીધો હતો.

12 વર્ષ બાદ ફરી પતિની કિડની ફેલ થતાં વધુ એક પડકાર
લગ્નના 12 વર્ષ બાદ સુંદર બાળકી (સનાયા)નો જન્મ થયો. જે હાલ 3 વર્ષની છે. સનાયાના આવ્યા બાદ દંપતીના જીવનમાં ખુશીઓ આવી ગઈ હતી, પરંતુ ફરી એકવાર કલ્પેશની કિડની ખરાબ થઈ જતા હાલ તે ડાયાલીસીસ પર જીવી રહ્યો છે. અને આજે પણ અંજુમન એટલા જ પ્રેમથી કલ્પેશની સાથે રહી તેની સેવા કરે છે.

મારા પિતાની મરજી વિરુદ્ધ મે કિડની આપવાનો નિર્ણય કર્યો
તે સમયે મારી ઉંમર ફક્ત 22 વર્ષની હતી. મારા પિતાએ કલ્પેશને કિડની ન આપ, કારણ કે મારી સામે આખી જિંદગી પડી હતી. પરંતુ મારા પ્રેમને બચાવવા માટે મે ફાઈનલ નિર્ણય લઈ લીધો હતો. ખુદાએ પણ મંજૂરીની મહોર મારી હોય એમ મારી કિડની મેચ થતાં 10-11-2008ના રોજ મારી કિડની કલ્પેશ પર ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.> અંજુમન વ્હોરા, પત્ની

લગ્નના 12 વર્ષ બાદ અંજુમન પ્રેગ્નેન્ટ થતાં એક કિડની હોવાથી સિઝેરિયન કરવું પડ્યું હતું
પતિને એક કિડની આપી હોઈ અંજુમન પણ એક કિડની પર જીવી રહી હતી. લગ્નના 12 વર્ષ બાદ અંજુમન પ્રેગનેન્ટ થતા એક કિડની ને કારણે નોર્મલ ડિલિવરી કરવી જોખમી હતી. જેથી ડોક્ટરે તેને સીઝર કરીને બાળકને જન્મ આપવાની સલાહ આપી હતી. આખરે સિઝર ઓપરેશન દ્વારા તેની ડિલિવરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...