કોરોના સંક્રમણ:જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ 10 દિવસમાં 637 કેસ નોંધાયા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 637 પૈકી 316 સારવાર હેઠળ જેમાંથી 304 તો હોમ આઈસોલેટ : સૌથી વધુ નડિયાદ શહેર અને તાલુકામાં 516, અન્ય 9 તાલુકામાં 124 કેસ

ખેડા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સક્રિય થઈ હોય તેમ દરરોજના 63 કેસની સરેરાશ સાથે 10 દિવસમાં 637 પોઝિટિવ કેસ તંત્રના ચોપડે નોંધાયા છે. આ કેસોમાં સૌથી વધુ કેસ નડિયાદ તાલુકામાં 516 નોંધાયા છે. જ્યારે અન્ય 9 તાલુકાઓમાં મળીને ફક્ત 124 કેસ થવા જાય છે. તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ડિસેમ્બરના અંત ભાગમાં થી શરૂ થયેલ પોઝિટિવ દર્દીઓનો આંક ઘટવાનું નામ લઈ રહ્યો નથી. જોકે સારી બાબત એ છેકે જેટલા પોઝિટિવ દર્દી આવી રહ્યા છે, તેમાંથી 95 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે.

જિલ્લામાં પ્રથમ 10 દિવસમાં આવેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરીયે તો નડિયાદ શહેરમાં 350 અને ગ્રામ્યમાં 166 કેસ નોંધાયા છે. જેના કારણે નિડયાદ તાલુકો કોરોના હોટસ્પોટ બન્યો છે. આજ કારણથી રાજ્ય સરકારે શહેરમાં રાત્રી કરફ્યુ પણ લગાવી દીધો છે. નડિયાદ બાદ સમગ્ર જિલ્લામાં સૌથી વધુ કેસ ઠાસરામાં 28 જ્યારે સૌથી ઓછા કેસ કપડવંજ, કઠલાલ, મહુધા અને વસોમાં ફક્ત 4-4 કેસ નોંધાયા છે. આમ નડિયાદ તાલુકાના કેસ સિવાય અન્ય 9 તાલુકામાં 124 કેસ નોંધાયા છે.

10 જાન્યુઆરી સુધી પોઝિટિવ 637 દર્દીઓ પૈકી 316 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જે પૈકી 304 દર્દીઓ તો હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 12 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સિવાય ખાનગી હોસ્પિટલ ના કોરોના બેડ સદંતર ખાલી છે. આમ એક તરફ કોરોના ઉછાળો મારી રહ્યો છે, જ્યારે બીજી તરફ દર્દીઓ ઘરે જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે. આ 10 દિવસમાં 637 કેસ પૈકી 368 દર્દીઓ ને સારૂ થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવાયો હોય તેની ગંભીરતા દેખાઈ રહી નથી.

જાન્યુ.ના પ્રથમ 10 દિ’નું મીટર

તારીખકુલ કેસસારવાર હેઠળડિસ્ચાર્જ
139824
2361171
3241383
43415517
58421326
66625524
710627784
85927066
96326073
1012631670
કુલ637368

10 તારીખે સૌથી વધુ અને 3 તારીખે સૌથી ઓછા કેસ
ખેડા જિલ્લામાં જાન્યુઆરી માસના 10 દિવસો દરમિયાન કોરોનાએ ઉછાળો માર્યો છે. પરંતુ આ દિવસો દરમિયાન કોરોના પોઝિટિવના દરમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. તારીખ 3 ના રોજ સૌથી ઓછા 24 કેસ જોવા મળ્યા હતા. જે બાદ 7 મીના રોજ 106 કેસ સાથે કોરોનાએ ઉછાળો માર્યો હતો. વળી પાછા 8 અને 9 તારીખના રોજ કેસ ઘટ્યા હતા. પરંતુ અચાનક 10 જાન્યુઆરીના રોજ 126 કેસ સાથે પોઝિટિવ આંક નો ઉછાળો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...