તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કોલેરાગ્રસ્ત નડિયાદમાં તંત્ર મોડે મોડે દોડતું થયું, ક્લોરીનેશનની વ્યાપક કામગીરી કરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં કામે લાગી, પાઇપલાઇનના લીકેજનું સમારકામ કર્યું

નડિયાદમાં કોલેરા ફેલાતા તંત્ર દોડતું થયું છે. ગઈકાલે મળી આવેલ 50 જેટલા કેસોને કારણે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગ સહિતની ટીમો અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે દોડી ગઇ હતી. જ્યાં યુધ્ધના ધોરણે પાણીમાં કલોરીનેશન વધારવા, સફાઈ કરવા, તેમજ પીવાના પાણીના લીકેજ શોધી લીકેજ બંધ કરવાની કામગીરી શરૂ થઇ હતી. આજે બીજા દિવસે પણ પાલિકાની ટીમો દ્વારા આ તમામ કામગીરી ચાલુ રાખી હતી. જવાહર નગરના પ્રવેશ દ્વાર પર જ પાણીની પાઇપલાઇનમાં લીકેજ મળી આવતા પાલિકાની ટીમે તે બંધ કરવા તજવીજ હાથ ધરી હતી.

પાલિકાની અન્ય ટીમો દ્વારા કનીપુરામાં ક્લોરીનેસન ટીકડી નું વિતરણ કરાયું હતું. આ વિસ્તારમાં પીવાનું પાણી જ્યાથી આવે છે તે પોઇન્ટ પરથી ક્લોરીનેસનનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. આમ વહીવટી તંત્ર દ્વારા કોલેરાને ફેલાતો અટકાવવા તમામ પગલા લેવાયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જોકે પાલિકા ના અનેક દવાઓ વચ્ચે હજુ પણ શહેરના ઘણા વિસ્તારમાં ગંદકી અને ઊકરડા પણ જોવા મળી રહ્યા છે. જેની સફાઈ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

એક પણ નવો કેસ નથી મળ્યો
કોલેરાનો પ્રથમ કેસ સામે આવતા જ પગલા લેવા સૂચના આપી દેવાઈ હતી. મારી સાથે જિલ્લા આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર, સહિતની ટીમોએ ગઈકાલે સ્થળ વિઝિટ કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરે ઘરે ક્લોરીનના ટિકડાનું વિતરણ થયું છે કે કેમ, બિમાર વ્યક્તિ સર્વે થયો છે કે કેમ તેવી તમામ બાબતનું અમે નિરીક્ષણ કર્યું હતું. જોકે આજે સિવિલ હોસ્પિટલમાં એક પણ નવો કેસ આવ્યો નથી. - કે.એલ.બચાની, કલેક્ટર, ખેડા

H2S વાઇલ્સ સ્ટ્રીપથી પાણીના નમુનાનું પરીક્ષણ
શહેરમાં છેલ્લા બે દિવસથી પાણીના નમૂના લેવાઇ રહ્યા છે. જેનું‘એચ.ટુ.એસ વાઇલ્સ સ્ટ્રીપ’ થી પરીક્ષણ કરવામાં આવે છે. જો પાણી ખરાબ હોય તો પરીક્ષણ દરમિયાન પાણી કાળું પડી જાય છે. પરંતુ ગઇકાલના 10 નમૂના નું ટેસ્ટિંગ કરતા તમામ યોગ્ય હોવાનું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...