તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:છેડતીના કેસમાં પોલીસે સગીરને ગુપ્ત ભાગે કરંટ આપતા DGPને ફરિયાદ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરે સારવાર ન કરી, ફરજ પરના પોલીસ કર્મીએ ફરિયાદ ન લીધાનો આક્ષેપ

મહેમદાવાદના આમસરણ ગામે રહેતા સગીર યુવકને છેડતીના કેસમાં પોલીસ સ્ટેશન લઈ જઈ માર મારી, ગુપ્તભાગે કરંટ આપવા બાબતની ફરિયાદ રાજ્ય પોલીસવડાને થતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. આમસરણ ગામે રહેતા કાલુમિયા ઇસ્માઇલમીયા પરમારના સગીર દીકરાએ થોડા દિવસ અગાઉ બહુમતી સમાજની યુવતીની છેડતી કરી હતી. જે બાબતે યુવતીના પરિવારજનોએ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાલુમિયાં ઘરે જઈ સગીરનો કબજો મેળવ્યો હતો. યુવકને પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરી હતી.

કાલુમિયાંએ ડીજીપીને કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા, તે દરમિયાન તેઓને દીકરાની બુમો સંભળાઈ હતી. બાદમાં જ્યારે તેઓ દીકરાને મળ્યા ત્યારે તેણે જણાવ્યું હતુ કે પો.કો. તેમજ પીઆઈ.ે તેને માર મારી ગુપ્ત ભાગે કરંટ આપ્યો છે. જેથી તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. કાલુમિયાંએ દિકરાને નડિયાદ સિવિલમાં લઈ જતાં સિવિલમાં પણ ડોક્ટરે પોલીસના દબાણવશ દીકરાની સારવાર કરી ન હતી. તેમજ સિવિલના એમએલસી ડિપાર્ટમેન્ટના કર્મચારીએ પણ પ્રાથમિક ફરિયાદ લીધી ન હતી. જેથી તમામ સામે કાર્યવાહી કરવા તેઓએ રજૂઆત કરી છે.

આરોપ ખોટા છે, પોલીસને દબાવવાનો પ્રયાસ છે
યુવતીની છેડતી કરી હોવાથી યુવકને પોલીસ મથકે બોલાવી પુછપરછ કરી હતી. તેને માર મારવાની કે શોટ આપવાની વાત ખોટી છે. કેસ દાખલ ના થાય તે માટે પોલીસને દબાવવા ખોટા આક્ષેપો થઇ રહ્યા છે.> એન.ડી.નકુમ, પી.આઇ, મહેમદાવાદ

અન્ય સમાચારો પણ છે...