તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાંચ પ્રકરણમાં પોલીસ કર્મીના આગોતરા ફગાવાયા, મુદામાલ છોડવા લાંચ માગી હતી

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદમાં પોલીસે બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સને ઝડપી ધરપકડ બાદ યુવકને માર ન મારવા અને જામીન પર મુક્ત કરવા માટે દોઢ લાખની લાંચ લીધી હતી. બાદમાં પોલીસે કબજે લીધેલો મુદ્દામાલ પરત કરવા માટે રૂ.50 હજારની લાંચ માંગી હતી, જેમાં 10 હજારમાં ડીલ ફાઇનલ થઇ હતી. લાંચના રૂ. 10 હજાર વચેટીયા મારફતે લેવા માટે મહેમદાવાદ પોલીસ મથકના કર્મચારી આલાભાઇ રબારી અને નારાયણભાઇ ભરવાડ પોલીસ મથકની બાજુમાં આવેલા મેદાનમાં ગયા હતા. જ્યાં એ.સી.બી.ની ટીમને જોઇને બંન ફરાર થઇ ગયા હતા, જ્યારે વચેટીયો કિર્તન સુથાર પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. મહેમદાવાદ પોલીસ મથકના પોલીસ કર્મચારી આલાભાઇ રબારી અને નારાયણભાઇ ભરવાડે આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે નામંજુર કરી છે.

અન્ય સમાચારો પણ છે...